Damanganga Times.

Damanganga Times.

August 22, 2026

પરિયાના બે વિદ્યાર્થીઅો ઍગ્રીકલ્ચરની રાજ્ય કક્ષાની ઍન્ટ્રસમાં પ્રથમ અને ત્રીજા ક્રમે આવી

પરિયાના બે વિદ્યાર્થીઅો ઍગ્રીકલ્ચરની રાજ્ય કક્ષાની ઍન્ટ્રસમાં પ્રથમ અને ત્રીજા ક્રમે આવી


વાપી, તા.૨૧ ઃ ગુજરાત સ્ટેટ ઍગ્રીકલ્ચર યુનિવર્સિટી કોમન ઍડમીશનમાં ડિપ્લોમાંથી ડિગ્રીની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૭/૦૮/૨૦૨૬ના રોજ યોજાયેલ હતી. જેનું પરિણામ તા.૧૦/૦૮/૨૦૨૬ના રોજ આવતા, બાગાયત પોલીટેકનીક, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી, પરીયાના વિદ્યાર્થી પ્રજાપતી ક્રિશિવકુમાર નિમિશકુમાર આખા ગુજરાતમાં મેરીટમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, તથા આજ કોલેજની વિદ્યાર્થીની પટેલ સ્તુતિ પ્રકાશભાઇઍ ત્રીજો ક્રમાંક મેળવેલ છે. આ બન્ને વિદ્યાર્થીઓ ઍ પોતાની સખત મહેનત અને સતત પ્રયત્નોના પરિણામે બાગાયત પોલીટેકનીક, નવસારી કૃષિ યુનિવર્સિટી, પરીયાનું નામ રોશન કર્યુ. આ કોલેજના વિદ્યાર્થીઓઍ ડિપ્લોમાંથી કુલ ૧૪ વિદ્યાર્થીઓઍ ડિગ્રીમાં પ્રવેશ મેળવ્યો છે. આ ૧૪ વિદ્યાર્થીઓમાંથી કુલ ૧૧ વિદ્યાર્થીનીઓ અને ૩ વિદ્યાર્થીઓ છે. કોલેજના આચાર્ય અને દરેક સ્ટાફ ગણે વિદ્યાર્થીઓની ઉજ્જવળ કરકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.