Damanganga Times.

Damanganga Times.

September 30, 2024
દમણગંગા ટાઈમ્સ વિશે

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લા તથા સંઘપ્રદેશો દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં સૌ પ્રથમ સંપૂર્ણ સ્થાનિક દૈનિક તરીકે “આપનું અખબાર: આપનો અવાજ' મુદ્રાલેખ સાથે વાપીથી પ્રસિધ્ધ થતું ‘દમણગંગા ટાઈમ્સ' સ્થાનિક સમાચારો, પ્રૌ એના ઉકેલ સહિત વહિવટીય, રાજકીય, સામાજીક, સાંસ્કૃતિક, ધાર્મિક, શૈક્ષણિક, લોકજીવન અને સમાજે જીવન, ઈતિહાસ- સંસ્કૃતિ જેવા વિવિધ પાસાઓને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની જગ્યાએ સર્વોચ્ચ અગ્રીમતા આપી વ્યાપક લોકચાહના જ નહીં પ્રજાલક્ષી ગ્રામીણ પત્રકારત્વના ટ્રેન્ડસેટર તરીકે આગવી ઓળખ ધરાવે છે.

ઈ.સ.૧૯૯૮માં અર્ધસાપ્તાહિક અખબાર તરીકે ઉદ્યોગકાર અને તંત્રી શ્રી નાનાલાલ વી. ઉકાણી (ભુજ)ના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ શરૂ થયેલું આ અખબાર ખૂબ ઝડપથી એની તટસ્થ, વિધાયક અને નિડરશૈલીના કારણે વિકસીને આજે પૂર્ણ કદના દૈનિક રીકે પ્રગતિના પંથે અગ્રેસર બની રહ્યું છે. નિર્ભેળ-સત્ય અને સમતોલ સમાચારોની સાથે સત્યશીલ તથા સંસ્કારી વાંચન સામગ્રી ઉપલબ્ધ કરાવવાની સતત કાળજીથી આ અખબારને વ્યાવસાયિક જ નહીં પારિવારીક અખબાર તરીકેની ઉભરી આવ્યું છે.

‘દમણગંગા ટાઈમ્સ’ ગુજરાતના ગોલ્ડન કોરીડોરના ઈન્ડસ્ટ્રીયલ હબ જેવા વલસાડ જિલ્લાના વાપી અને આસપાસની ઉમરગામ, સરીગામ, પારડી, ગુંદલાવ અને સંઘપ્રદેશ દમણ એને સેલવાસની ઔદ્યોગિક વસાહતોથી લઈને ઉમરગામ, ધરમપુર, કપરાડા કે ડાંગ સુધીના આદિવાસી વિસ્તારોમાં વ્યાપક ફેલાવો ધરાવે છે. અને આજે આ અખબાર સાથે દિલ્હી, મુંબઈ, અમદાવાદ, સુરત, બેંગ્લોરની એડ એજન્સીઓ પણ જોડાયેલી છે.

‘દમણગંગા ટાઈમ્સ' ગુજરાત રાજ્ય સરકાર તરફથી ક્લાસીફાઈડ અને ડિસ્પ્લે જાહેરાતો તથા કેન્દ્ર સરકારની ડીએવીપીની જાહેરાતો માટે પણ માન્યતા ધરાવે છે.

‘દમણગંગા ટાઈમ્સ' આ દૈનિક આ વિસ્તારમાં વિજ્ઞાપન દાતાઓ માટે પણ કિફાયતી દરે અસરકારક જાહેરખબરનું સબળ માધ્યમ નિવડી રહ્યું છે.

આજે ‘દમણગંગા ટાઈમ્સ” એક અલાયદી સંઘપ્રદેશ આવૃત્તિ ઉપરાંત વલસાડ, ચીખલી, ઉમરગામ, દમણ, ધરમપુર વગેરે જગ્યા બ્યુરો કચેરી સાથે પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે.