Damanganga Times.

Damanganga Times.

August 22, 2026

ગણદેવીના દિવંગત નિખિલ પટેલને ‘શ્વ્ સ્વાભિમાન ઍવોર્ડ-૨૦૨૬’ ઍનાયત

ગણદેવીના દિવંગત નિખિલ પટેલને ‘શ્વ્ સ્વાભિમાન ઍવોર્ડ-૨૦૨૬’ ઍનાયત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નવસારી, તા. ૨૧ ઃ નવસારી જિલ્લાના ગણદેવીના ૩૭ વર્ષીય સાહસવીર અને દિવ્યાંગ અલ્ટ્રા સાયકલિસ્ટ ઍસ.આર. નિખિલ ભીખુભાઈ પટેલને વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન બદલ પ્રતિષ્ઠિત ‘શ્વ્ સ્વાભિમાન ઍવોર્ડ-૨૦૨૬’થી સન્માનિત કરવામાં આવ્યા છે.
દાદરા અને નગર હવેલી સ્થિત ત્લ્બ્ પ્રમાણિત શ્વ્ ઘ્ર્ત્ર્ીશ્વજ્ર્ઞ્દ્દીણુશ્રફૂ વ્શ્વ્યસ્ન્દ્દ દ્વારા આયોજિત આ સન્માન માટે કુલ ૪૩૨ ઍન્ટ્રીઓમાંથી માત્ર ૨૨ વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં ગણદેવીના નિખિલ પટેલનો સમાવેશ થયો હતો.
સેલવાસના કલા કેન્દ્ર ખાતે તા. ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાયેલા ઍક ભવ્ય સન્માન સમારોહમાં શ્રી નિખિલ પટેલને આ ઍવોર્ડ ઍનાયત કરવામાં આવ્યો હતો. સમારોહમાં અમદાવાદના ચીફ ઞ્લ્વ્ કમિશનર તથા સુરતના ડેપ્યુટી કમિશનર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા. ટ્રસ્ટના મુખ્ય કાર્યકર શ્રી પ્રદીપ મિશ્રાના હસ્તે નિખિલ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે,  દિવ્યાંગતા હોવા છતાં શ્રી પટેલે પોતાની અદમ્ય ઇચ્છાશક્તિ, આત્મવિશ્વાસ અને સાહસના બળે છેલ્લા ત્રણ વર્ષમાં ૩૨૮ દિવસ સાયકલ ચલાવી કુલ ૨૧,૭૧૩ કિલોમીટરનું અંતર કાપ્યું છે. તેઓ ગણદેવી રનર્સ ઍન્ડ રાઈડર્સ ગ્રુપના સક્રિય સભ્ય છે.  પટેલે ૨૦૦ કિ.મી.ની રાઇડ ૧૦ કલાક ૦૯ મિનિટ, ૩૦૦ કિ.મી. ૧૫ કલાક ૧૬ મિનિટ, ૪૦૦ કિ.મી. ૨૧ કલાક ૩૦ મિનિટ અને ૬૦૦ કિ.મી.ની લાંબી રાઇડ ૩૯ કલાક ૧૫ મિનિટમાં પૂર્ણ કરી પોતાની અસાધારણ સહનશક્તિનો પરિચય આપ્યો છે. શ્રી નિખિલ પટેલે મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ અને બેંગ્લોર સહિતના વિવિધ શહેરોમાં યોજાયેલી સાયકલિંગ સ્પર્ધાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. સુરતમાં યોજાયેલી સાયકલિંગ સ્પર્ધાઓમાં તેઓ પાંચ વખત પ્રથમ સ્થાન મેળવી ચૂક્યા છે. તેમજ નોઈડા ખાતે યોજાયેલી ણ્ઘ્ન્ ઘ્ક્કણૂશ્રંદ્દત્ર્ંઁમાં ૬૦ કિ.મી.નું અંતર માત્ર ૧ કલાક ૫૯ મિનિટમાં પૂર્ણ કર્યું હતું. વર્ષ ૨૦૨૫માં તેમણે ગણદેવીથી અંબાજી સુધીની આશરે ૫૦૦ કિ.મી.ની સાયકલ યાત્રા ૨૫ કલાકમાં તથા ગણદેવીથી સાળંગપુર સુધીની ૪૨૫ કિ.મી.ની સાયકલ યાત્રા ૨૩ કલાક ૬ મિનિટમાં પૂર્ણ કરી હતી. આ ઉપરાંત વિવિધ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને તેમણે ગણદેવી અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.