વઘઈ પોલીસ દ્વારા ખોલાયેલા મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોîપાયા
- byDamanganga Times
- 22 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૨૧ ઃ ડાંગ જિલ્લાનાં વઘઇ પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણૅ -ોજેક્ટ અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરતા ઍક નાગરિકનો ગુમ થયેલો કિંમતી મોબાઇલ ફોન શોધી કાઢી મૂળ માલિકને સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, વઘઇ તાલુકાના ગીરા ધોધ પાસે આવેલ આંબાપાડા ગામના નિવાસી અરજદાર દિનાકરભાઇ યહુદાસભાઇ વળવીનો રૂ. ૭,૫૦૦/-ની કિંમતનો ઁવ્ચ્ઘ્ફબ્ ગ્જ્૭ઁ કંપનીનો કાળા રંગનો મોબાઇલ ફોન વઘઇ ટાઉનમાં રસ્તા પર ક્યાંક પડી ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા ડાંગ પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીના માર્ગદર્શન હેઠળ વઘઇ પોલીસ સ્ટેશનના પી.આઇ. ઍ.ઍ. ચાવડા તથા તેમની ટીમે ટેકનિકલ સોર્સ અને સર્વેલન્સની મદદથી આ મોબાઇલ ફોન શોધી કાઢ્યો હતો. ત્યારબાદ વઘઇ પોલીસ મથકે અરજદારને બોલાવીને તેમનો શોધી કાઢેલો ફોન પરત સોંપવામાં આવ્યો હતો, જેથી અરજદારે ડાંગ જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
