Damanganga Times.

Damanganga Times.

August 22, 2026

વાપીમાં વૃધ્ધાને ઠગી ૧૨ તોલા દાગીના સેરવી બે ઇસમો ફરાર!

વાપીમાં વૃધ્ધાને ઠગી ૧૨ તોલા દાગીના સેરવી બે ઇસમો ફરાર!


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ વાપી ટાઉનમાં શુક્રવારે  બપોરે આશરે ૧૨ વાગ્યાના અરસામાં મંદિરથી ઘરે જઈ રહેલા ઍક વૃદ્ધાને ઠગી બાઈક સવાર બે ઇસમો આશરે ૧૨ તોલા સોના દાગીના સેરવી નાશી જવાની ઘટના સામે આવી છે.  સૂત્રોના જણાવ્યા મુજબ વાપી ટાઉન હનુમાન મંદિરથી ઘરે જઈ રહેલી ઍક વૃધ્ધાને અહીંની ગાયત્રી ડેરીથી આગળ ગલીમાં બે બાઇક સવાર ઇસમો ભેટી ગયા હતા જેઓઍ વૃધ્ધાને કહ્નાં ઍટલા બધાં દાગીના પહેરી કેમ ફેરો છો, આગળ પોલીસ ચેકીંગ છે કહી દાગીના ઉતારી થેલીમાં મુકવાનું જણાવ્યું વૃધ્ધા ઍ ગળામાં પહેરેલ સોનાની મોહન માળા, હાથની બે બંગડી તથા બે પટલા ઉતર્યા તો ઠગ ઈસમોઍ લાવો સરખા મૂકી દેવ કહી નજર ચૂકવી સાચા દાગીના સેરવી લઈ થેલીમાં ખોટા દાગીના મૂકી નાસી ગયા હતા. થોડી વારમાં વૃધ્ધા ને ભાન થતા તેમણે પરિવારજનોને જાણ કરતા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. આ વૃધ્ધા નાળા રોડ ઉપર ઈલોરા ઍપાર્ટમેન્ટમાં રહેતાં હોવાનું જાણવા મળ્યું છે.