Damanganga Times.

Damanganga Times.

August 22, 2026

ચીખલીમાં દુકાનદારના રૂ. ૨૪.૨૬ લાખ પડવાનાર બીલીમોરાનો ઍક ઝડપાયો

ચીખલીમાં દુકાનદારના રૂ. ૨૪.૨૬ લાખ પડવાનાર બીલીમોરાનો ઍક ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૨૧ ઃ ચીખલી ખાતે આવેલ ઍક ચશ્મા ની દુકાન ધરાવતા દુકાનદારને ઇન્ડિયન નેવી માં સેફટી સનગ્લાસીસના વેન્ડર તરીકે કામ અપાવવાની વાત કરી ઇન્ડિયન નેવીના અલગ અલગ ખોટા િંર્ીજ્ઞ્શ્ર આઇડી બનાવી અલગ અલગ તારીખોઍ ઇન્ડિયન નેવીની ઓફિસ આઈઍનઍસ ઍગ્રી કોલાબા મહારાષ્ટ્રના અધિકારીઓના ખરા નામનો ખોટા તરીકે ઉપયોગ કરી ચશ્મા ની દુકાન ધરાવતા સંચાલક પાસેથી રૂપિયા ૨૪.૨૬ લાખની માતબર રકમ અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લેવાની ઘટનામાં દુકાન માલિકે બીલીમોરાના ઍક શખ્સ વિરુદ્ધ સાયબર ક્રાઈમ માં ફરિયાદ કરતા પોલીસે બીલીમોરાના યુવાનની ધરપકડ કરી ચીખલી કોર્ટમાં રજૂ કરતા ચીખલી કોર્ટે તારીખ ૨૪. ૮. ૨૬ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી નજીકના થાલા ગામે આવેલ કીર્તિ ચશ્મા ઘર નામની દુકાન ધરાવતા દર્શન રાજેશભાઈ ચંદે ઉ.વ. ૩૪ રહે. ૬૮ સહયોગ સોસાયટી ખુંધ તા. ચીખલી જેઓને રીતીક યોગેશ વ્યાસ રહે. ઍ/ ૧૪ જય ઍપાર્ટમેન્ટ નૂતન પાર્ક સોસાયટી ગોહરબાગ બીલીમોરા દ્વારા પોતે મહારાષ્ટ્રના કોલાબા ખાતે આવેલ ઇન્ડિયન નેવી ની ઓફિસમાં સ્ટીલ ફેબ્રિકેશનના વેન્ડર તરીકે કામ કરતો હોવાનું જણાવી ફરિયાદી દર્શન ચંદે ને સેફટી સનગ્લાસીસના વેન્ડર તરીકે કામ અપાવવાની વાત કરી તેમની પાસેથી સેફટી સનગ્લાસીસના સેમ્પલ નું પાર્સલ તેમજ રોકડા રૂપિયા ૩૫,૦૦૦ લઈ ગયો હતો બાદમાં રીતીક વ્યાસે પોતાનાથી સન ગ્લાસીસના સેમ્પલો ખોવાઈ ગયા હોવાનું જણાવી બીજા સેમ્પલ અને રૂપિયા ૫,૭૦૦ મોકલાવી આપવા જણાવતા દર્શન ચંદે ઍ ફરીથી સેમ્પલ અને રૂપિયા મોકલાવી દીધા હતા દરમિયાન રીતીક વ્યાસે ઇન્ડિયન નેવીની ઓફિસના અધિકારીઓના ખરા નામોનો ખોટા તરીકે ઉપયોગ કરી અલગ અલગ ઇમેલો મોકલાવી રૂપિયા ૨૪.૨૬.૮૮૬ જેટલી રકમ આઈઍમપીઍસ, યુપીઆઈ, આઈડી તથા આઈ સી આઈ સી આઈ ના બેન્કના ક્રેડિટ કાર્ડ થી રિતિક વ્યાસ, સુનિલ આહારી તથા નીતિશ કુમારના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ તેમજ દર્શન ચંદેના મિત્રો જૈનીશ પ્રવીણ ચૌધરી રહે. ચીખલીના ઓને ઇન્ડિયન નેવીમાં ફૂડસના વેન્ડર તરીકે તેમજ બ્રિજ ધીરેન્દ્ર મહેતા રહે. બીલીમોરા ના ઓને પણ રો કાર્ટીઝના ટેન્ડર અપાવવાના બહાને ઉપરોક્ત ખોટા ઇ-મેલ આઇડી નો ખરા તરીકે ઉપયોગ કરી તેઓની પાસેથી પણ નાણાં પડાવી લીધા હોવાનું બહાર આવતા સદર ઘટના બાબતે દર્શન ચંદે ઍ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે સદર ઘટનામાં રિતિક વ્યાસની ધરપકડ કરી ચીખલી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તારીખ ૨૪. ૮. ૨૬ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.