વાપીના નરેન્દ્ર દેઢિયાનું સન્માન કરાશે
- byDamanganga Times
- 22 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ વાપીના જાણીતા લેખક અને સાહિત્યપ્રેમી નરેન્દ્રભાઈ અમૃત ટોકરશી દેઢિયાનું તેમના વર્ષોથી ચાલી રહેલા સાહિત્યિક અને લેખન ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ પ્રતિષ્ઠિત પાર્શ્વચંદ્રસૂરીશ્વરજી શિલ્ડ’થી સન્માન કરવામાં આવશે. શ્રી કચ્છી વિસા ઓસવાલ સેવા સમાજ અને પગદંડીના સંયુક્ત ઉપક્રમે આ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. પગદંડીમાં વર્ષોથી પોતાના વિશિષ્ટ, વિચાર-ેરક અને સાતત્યસભર લેખન દ્વારા અમૂલ્ય યોગદાન આપનાર લેખક-વ્યક્તિ વિશેષોને આ શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવનાર છે.
જેમાં વાપીના નરેન્દ્રભાઈ દેઢિયાની પસંદગી કરવામાં આવી છે. આ સન્માન સમારંભ આગામી રવિવાર, તા. ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સાંજે ૪ વાગ્યાથી શ્રી ક.વિ.ઓ. સ્થાનકવાસી જૈન મહાજનવાડી, ચિંચપોકળી, મુંબઈ ખાતે યોજાશે. કાર્યક્રમમાં જાણીતા કવિ, ગઝલકાર, ગીતકાર અને અભિનેતા દિલીપ રાવલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
