Damanganga Times.

Damanganga Times.

August 22, 2026

આજથી દમણમાં મોન્સુન ફેસ્ટિવલ યોજાશે

આજથી દમણમાં મોન્સુન ફેસ્ટિવલ યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૧ ઃ પ્રદેશ દમણમાં મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરી રહ્નાં છે. આ ફેસ્ટિવલ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો યોજાશે.
આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ ૨૩ ઓગસ્ટના રોજ સાંસ્કૃતિક પરેડ હશે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે, તેમની સાથે કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ હાજર રહેશે.
દમણના વિવિધ સમુદાયોના લોકો તેમના પરંપરાગત પોશાકમાં સાંસ્કૃતિક પરેડમાં ભાગ લેશે. પરેડ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને રંગબેરંગી કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે. પરેડ સાંજે ૬ વાગ્યે નમો પથ પર પ્રિન્સેસ પાર્કથી શરૂ થશે અને ચપલી શેરી સુધી ચાલુ રહેશે.
મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત, ૨૯ ઓગસ્ટના રોજ મોતી દમણ લાઇટ હાઉસ ખાતે ઍક મ્યુઝિકલ લાઇવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવશે, જેમાં જાણીતા ગાયકો પોતાનું પર્ફોર્મન્સ આપશે.
૩૦ ઓગસ્ટના રોજ નાઈટ માર્કેટમાં લાઈવ બેન્ડ અને વિવિધ પ્રદર્શન, નૃત્ય અને જાદુઈ શો યોજાશે. મોનસૂન ફેસ્ટિવલ દમણમાં પર્યટનને પ્રોત્સાહન આપશે અને સ્થાનિક સંસ્કૃતિ અને કલા માટે ઍક પ્લેટફોર્મ પૂરું પાડશે.