Damanganga Times.

Damanganga Times.

August 22, 2026

વાપીમાં રેંકડી પર કટિંગ ચા બંધ

વાપીમાં રેંકડી પર કટિંગ ચા બંધ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ તહેવારોની સીઝનમાં સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર મોંઘવારીનો કોરડો વીંઝાયો છે. છેલ્લા ઍક સાહમાં ખાંડનો ભાવ ૪૬ રૂપિયા પ્રતિ કિલોથી વધીને સીધો ૭૦ રૂપિયા પ્રતિ કિલો થઈ જતા લોકોમાં રોષ ફેલાયો છે.
ખાંડના ભાવમાં આ અસામાન્ય વધારાની સીધી અસર વાપી પંથકની ચાની રેકડીઓ પર પડી છે. ખાંડ મોંઘી થતા ચાનો ખર્ચ ન પરવડતા અનેક લારી-ગલ્લાવાળાઓઍ કટિંગ ચા વેચવાનું જ બંધ કરી દીધું છે. ૫ રૂપિયામાં કટિંગ ચા પહેલાં અપાતા હતાં હવે સીધી ૧૦ રૂપિયા થઈ ગયા છે.  ખાંડ જ નહીં, તહેવારોમાં વપરાતા સિંગતેલ સહિતના ખાદ્ય તેલના ભાવમાં પણ લિટરે ૨૫ થી ૩૦ રૂપિયાનો વધારો થયો છે. ગણેશ ઉત્સવ, જન્માષ્ટમી અને ઈદે મિલાદ જેવા તહેવારો ટાણે જ જીવનજરૂરી ચીજોના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. આગામી તહેવારોમાં સામાન્ય પરિવારને મીઠાઈ અને ફરસાણ બનાવવું કે ખરીદવું પણ મોંઘું પડશે.