Damanganga Times.

Damanganga Times.

July 01, 2026

વાપી મનપામાં છેલ્લા બે દિવસમાં જ રૂ. ૩.૮૨ કરોડનો વેરો જમા થયો

વાપી મનપામાં છેલ્લા બે દિવસમાં જ રૂ. ૩.૮૨ કરોડનો વેરો જમા થયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૧ ઃ  વાપી મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે અમલી બનાવવામાં આવેલી જુન માસની પ્રોપર્ટી ટેક્ષ રીબેટ યોજનાને આ વર્ષે કરદાતાઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. યોજનાના અંતિમ બે દિવસમાં જ મિલકત ધારકોઍ ભારે ઉત્સાહ બતાવીને રૂ.૩.૮૨ કરોડનો વેરો જમા કરાવ્યો હતો. આ વર્ષે વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને નિયમિત ૫ ટકા ઉપરાંત કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે વેબસાઈટથી ઓનલાઈન વધુ ૧ ટકા રીબેટ આપવામાં આવ્યું હોવાથી ગત વર્ષ કરતા રૂ.૩.૫૫ કરોડનો વેરો વધુ ભરાયો છે. વધુ લોકો આ યોજનાનો લાભ લે ઍ માટે ઘરવેરા વિભાગ દ્વારા વિવિધ માધ્યમોથી સતત પ્રચાર પ્રસાર અને સંપર્ક અભિયાન કરવામાં આવ્યું હતું. તથા જાહેર રજાના દિવસોમાં પણ વેરો સ્વીકાર્યો હતો. જુન માસમાં ૪૮૫૪૮ મિલકત ધારકોઍ રૂ.૧૯.૮૮ કરોડનો વેરો ભરીને રૂ.૯૫.૪૧ લાખનું રીબેટ મેળવ્યું હતું. જેમાં ઓનલાઈન વેરો રૂ.૯.૮૦ કરોડ જમા થયો હતો. ગત વર્ષે ૩૬૦૩૦ લોકોઍ રૂ.૧૬.૩૩ કરોડનો વેરો ભરી રૂ.૬૬.૬૩ લાખનું રીબેટ મેળવ્યું હતું. મૂળ વાપી નગરપાલિકા વિસ્તાર સાથે સમાવિષ્ટ ૧૧ ગામ વિસ્તારના મિલકત ધારકોઍ પણ વધુ ઉત્સાહ બતાવ્યો હતો અને ૧૨૯૮૭ મિલકત ધારકોઍ રૂ.૪.૫૯ કરોડનો વેરો જમા કરાવી વિકાસ કાર્યોમાં ભાગીદારી નોંધાવી છે. ગત વર્ષે ૧૧ ગામ વિસ્તારમાંથી રૂ.૧.૮૧ કરોડ જમા થયો હતો. જુન માસમાં વેરો ભરવામાં બલીઠા અને છરવાડા વિસ્તારના મિલકત ધારકો અગ્રેસર રહ્ના હતા. ડિજિટલ ટ્રાન્ઝક્શનને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન ૧્રુ રીબેટ જુલાઈ-૨૬ થી માર્ચ-૨૭ સુધી ચાલુ રહેવાનું હોવાથી બાકી મિલકતધારકોને ઍનો લાભ લેવા ઘરવેરા વિભાગની યાદીમાં જણાવાયું છે.