વલસાડ જિલ્લા-સંઘપ્રદેશમાં ચોમાસું જામ્યું
- byDamanganga Times
- 02 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૧ ઃ લાંબા સમય બાદ વલસાડ જિલ્લામાં ગઈકાલે રાત્રે ઉમરગામ, વાપી અને વલસાડમાં ધોધમાર વરસાદ પડતા ઉમરગામ, વાપી, ધરમપુર અને વલસાડના નિચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર બની જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી જોકે વલસાડ અને વાપીમાં નગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રમોશન કામગીરી પ્રથમ વરસાદે જ પોલ ખોલી કાઢી છે. વલસાડ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડ ચાર ઇંચ ધરમપુર બે ઇંચ ઉમરગામ ચાર ઇંચ અને વાપીમાં છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. લાંબા સમય બાદ વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ પડતા ખેડૂતોમા ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વલસાડ જિલ્લામાં ગઈકાલે રાત્રે મેઘરાજા મન મૂકીને ફરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જિલ્લાના ઉમરગામ વાપી , વલસાડ અને ધરમપુરમાં ધોધમાર વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર બની ગયો હતો. વલસાડ માં વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વર્ષે પડતા માત્ર બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના શાકભાજી માર્કેટ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં અને વલસાડના ચીકવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણીનો ભરાવો થતા વાહનોની અવર-જવર બંધ પડી હતી. તો કેટલાક વાહનો પાણીમાં બંધ થઈ જતા ધક્કો મારી બહાર કાઢવાની ફરજ પડી હતી. વલસાડ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી માં વેઠ ઉતારાતા શહેરી વિસ્તારની તમામ ગટરો ઉભરાઈ અને દુકાનોમાં પાણીનો ભરાવો થયો હતો.
વલસાડ જિલ્લા કંટ્રોલરૂમ તરફથી સાંજે ૬ કલાકે પ્રા થતાં છેલ્લા ૧ કલાકના વરસાદના આંકડા મુજબ વલસાડ તાલુકામાં ૪૭ મી.મી., પારડીમાં ૮૧ મીમી, કપરાડામાં ૬ મીમી અને નાનાપોîઢામાં ૯ મીમી વરસાદ નોîધાયો છે. સૌથી વધારે વાપી તાલુકામાં ૧૬૮ મી.મી. જયારે ઉમરગામ તાલુકામાં ૧૪૮ મીમી વરસાદ નોîધાયો છે. આજનો જિલ્લાનો કુલ વરસાદ ૬૩.૧૪ મી.મી. જયારે સિઝનનો કુલ વરસાદ ૧૮૩.૧૪ મીમી. નોîધનયો છે.
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, સેલવાસ, તા. ૦૧ ઃ સંઘપ્રદેશ દમણ તથા દાદરા અને નગર હવેલીમાં પણ ચોમાસુ જામવા માંડયું છે. સંઘપ્રદેશ દમણમાં બુધવાર સવારથી સાંજ સુધી ચાલુ રહેલા વરસાદથી કેન્દ્રશાસિત -દેશ દમણમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સાંજે ૫ વાગ્યા સુધીમાં અંદાજે ૨ ઇંચ વરસાદ નોંધાયો હતો, અને મોડી રાત સુધી થોડે દૂર વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. સતત ધોધમાર વરસાદથી શહેરના માછીવાડ જેવા ઘણા ભાગોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. માહિતી મળતાં, મ્યુનિસિપલ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પંપની મદદથી ઍકઠા થયેલા પાણીનો નિકાલ શરૂ કર્યો હતો. જયારે દાદરા નગર હવેલીથી પ્રા માહિતી પ્રમાણે દક્ષિણ-પડ્ઢિમ ચોમાસાના વિલંબથી ખરીફ સીઝનની શરૂઆત પાછળ ધકેલાઈ છે. સામાન્ય રીતે જૂનના બીજા પખવાડિયામાં શરૂ થતી ખેતરની ખેડાણની કામગીરી આ વર્ષે જુલાઈના પ્રથમ દિવસે શરૂ થઈ છે. પૂરતો વરસાદ ન મળતાં ખેડૂતોને ખેતરની તૈયારી અને વાવણી મુલતવી રાખવી પડી છે, જેના કારણે સમગ્ર કૃષિ ચક્ર પર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
ખેડૂતોનું માનવું છે કે આગામી દિવસોમાં સતત સારો વરસાદ નહીં પડે તો ઉત્પાદન પર પણ અસર થઈ શકે છે. બીજી તરફ, સંઘપ્રદેશમાં ચોમાસું સક્રિય થયા બાદ ભારે વરસાદ અને સંભવિત પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (ઝ઼ઝ઼પ્ખ્)ઍ જાહેર ઍડવાઈઝરી બહાર પાડી છે. જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (ઝ઼ચ્બ્ઘ્) અને ફલડ કન્ટ્રોલ રૂમને ૨૪ કલાક કાર્યરત રાખવામાં આવ્યા છે, જ્યાં વરસાદ, હવામાન વિભાગની આગાહીઓ અને મધુબન ડેમમાંથી છોડાતા પાણી પર સતત નજર રાખવામાં આવશે.
કોઈપણ આપત્તિની સ્થિતિમાં નાગરિકો ટોલ-ફ્રી નંબર ૧૦૭૭ પર ફલડ કન્ટ્રોલ રૂમનો નંબર જાહેર કરાયો છે.
