Damanganga Times.

Damanganga Times.

July 01, 2026

વાપીમાં ર કલાકમાં ૪ ઈંચ વરસાદથી RUB માં પાણી ભરાયા

વાપીમાં ર કલાકમાં ૪ ઈંચ વરસાદથી RUB માં પાણી ભરાયા


મનપાઍ રૂ. ૧ કરોડથી વધુના ખર્ચે પ્રિમોન્સુન કામગીરી કરાવી પરંતુ પ્રથમ વરસાદે જ ગટરો ઉભરાઈ અને અનેક નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાવાના બનાવો બન્યા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૧ ઃ વાપીમાં વહેલી સવારમાં માત્ર બે કલાકમાં જ ૧૦૫ ઍમઍમ વરસાદ વરસતા અનેક સ્થળે પાણી ભરાવાના બનાવ અને રસ્તા તેમજ ખુલ્લા મેદાન તળાવ અને નદીમાં ફેરવાઈ જવા પામ્યા હતા સાથે રેલવેના નવા અને જૂના અંડર બ્રિજમાં પાણી ભરાવા ને લઈ વહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો હતો જેને લઇ ટ્રાફિકની ભારે સમસ્યા તેમ જ લોકો તેમના કામના સ્થળે તથા વિદ્યાર્થીઓ શાળાઓને કોલેજમાં મોડા પહોંચ્યા તો કેટલાક પહોંચી જ નહીં શક્યા જેને લઈ પાલિકાની કામગીરી અંગે નગરજનોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. આજે વાપીમાં વહેલી સવાર ના છ થી આઠ કલાક દરમિયાન અચાનક વરસાદ શરૂ થયો હતો અને ધોધમાર વરસાદ પડતા માત્ર ગણતરીના બે કલાકમાં જ ૧૦૫ ૃઍટલે કે ૪.૨૦ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને લઇ વાપીના નવા રેલવે અંડર બ્રિજ તેમજ વાપી મુખ્ય બજારમાં આવેલ કેટલીક દુકાનોમાં તથા ગીતા નગર અને કંચન નગર વિસ્તાર નીચાણ વાળા ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા જોકે તાત્કાલિક વાપી મહાનગરપાલિકા નું ફાયર વિભાગના ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક પાણીનો નિકાલ કરવા માટે ડ્રેનેજ ની સફાઈ તેમજ નવા રેલવે અન્ડરબ્રીજમાં લગાવવામાં આવેલ ઈલેક્ટ્રીક મોટર નો ઉપયોગ કરી પાણીનો નિકાલ ત્રણ કલાકમાં કરાયો હતો ત્યારબાદ સવારે ૯ઃ૩૦ કલાકે નવા રેલવે અન્ડરબ્રીજ માંથી વાહન વ્યવહાર શરૂ થયો હતો. જોકે આ સમય દરમિયાન વાપી પૂર્વ અને પડ્ઢિમ માં આવવા જવા માટે નો ઍકમાત્ર વિકલ્પ બલીઠા અતુલ સોસાયટીનો અંડર બ્રિજ રહ્ના હતો પરંતુ આ અન્ડરબ્રીજના રેલવે પરિસર માં સાઇટ શોલ્ડિંગની કામગીરી બરોબર ન કરવાને લઈ રસ્તો ઘસી ગયો હતો તેમજ સિમેન્ટ કોંક્રિટ ના રોડ વચ્ચેથી જાણે પાણીના ફુવારા ઉડતા હોય તેવું દ્રશ્ય ઊભું થયું હતું જેને લઇ આ અંડર બ્રિજ નો ઍક તરફનો માર્ગ બંધ કરવો પડ્યો હતો ત્યારબાદ રેલવે વિભાગ અને વલસાડ જિલ્લા બાંધકામ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘસી પડેલ રસ્તા નો સમારકામ શરૂ કર્યું હતું.
જોકે વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ કંચનનગર ઇમરાનગર ગીતા નગર તેમજ પાંચ આંબા વિસ્તારમાં આવેલ નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ જવાને લઈ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
તેવી જ રીતે વાપી મુખ્ય બજારમાં આવેલ કેટલીક ૧૦ થી ૧૨ જેટલી દુકાનોમાં પાણી ભરાવાના બનાવ બન્યા હતા જોકે અહીં આ વર્ષે જ લાખો રૂપિયાના ખર્ચે રસ્તો ખોદી નવો બનાવ્યો હતો પરંતુ પાણી ભરાવાનો પ્રશ્ન હલ થવાની સ્થાનિક લોકો તથા દુકાનદારોને થઈ હતી પરંતુ આ વર્ષે પણ પાણી ભરાતા તેઓને નિરાશા થવા પામી છે.