વાપી મનપાની વિવિધ સમિતિઓની રચના
- byDamanganga Times
- 01 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના, સીટી બસના ટાઈમ ટેબલને મંજૂરી સહિત મહત્વના નિર્ણયો બાદ માત્ર ગણતરીના સમયમાં જ સભા પૂર્ણ થઈ .
વાપી મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર દક્ષાબેન પટેલના અધ્યક્ષસ્થાને મનપાના નામધા ખાતે આવેલ પદ્મશ્રી રજ્જુ શ્રોફ ઓડિટોરિયલ હોલમાં યોજાઈ હતી. સભાની શરૂઆતમાં મેયરઍ ઉપસ્થિત ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, કોર્પોરેટરઓ તથા અધિકારીઓનું સ્વાગત કરી શહેરના સર્વાંગી વિકાસ માટે સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.સભાના ની શરૂઆતમાં મુખ્ય મુદ્દો સ્થાયી સમિતિની બેઠકની કાર્યવાહીને સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી.
ત્યારબાદ મનપા ની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાયી સમિતિના ચેરમેન સતીશભાઈ પટેલ દ્વારા વિવિધ સમિતિઓના ચેરમેન તથા સમિતિમાં નવ નવ જેટલા સભ્યોની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી. સાથે શહેરના વિવિધ વિકાસલક્ષી કાર્યોને વધુ સુવ્યવસ્થિત, અસરકારક અને ઝડપી બનાવવા માટે આ સમિતિઓની રચના કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
આજે જાહેર થયેલ વિવિધ કમિટીઅોની રચના અંગેની દરખાસ્ત મેયર દક્ષાબેન પટેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેને ડેપ્યુટી મેયર મીતેશભાઈ દેસાઈઍ ટેકો જાહેર કર્યો હતો.
ત્યારબાદ સભાઍ સર્વાનુમતે તમામ સમિતિઓની રચના તથા ચેરમેનોની નિમણૂકોને મંજૂરી આપી હતી. ત્યારબાદ વાપી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સીટી બસ સેવાના નવા ટાઈમ ટેબલને પણ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણયથી શહેરના નાગરિકોને વધુ સુવ્યવસ્થિત અને સમયબદ્ધ જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.સભાનું સફળ સંચાલન મ્યુનિસિપલ સેક્રેટરી રીતેશભાઈ વાળંદ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર ઍન. ઍફ. ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર કિરણસિંહ રાણા, સ્થાયી સમિતિના ચેરમેન સતીશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર મીતેશભાઈ દેસાઈ, વિરોધ પક્ષના નેતા પીરમહંમદ મકરાણી ખડુભાઇ પટેલ તેમજ મહાનગરપાલિકાના તમામ વિભાગોના વિભાગીય અધિકારીઓ તેમજ કોર્પોરેટરઓ ઉપસ્થિત રહ્ના હતા. સભાના અંતે મેયરશ્રીમતી દક્ષાબેન પટેલે તમામ ઉપસ્થિતતો નો આભાર વ્યક્ત કર્યો હતો.
