Damanganga Times.

Damanganga Times.

July 01, 2026

ખડકી હાઈવે પર ચાલતી કારમાં શોર્ટસર્કિટથી આગ

ખડકી હાઈવે પર ચાલતી કારમાં શોર્ટસર્કિટથી આગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ

પારડી, તા. ૩૦ ઃ પારડી તાલુકાના ખડકી ગામમાં નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર ઍક કારમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી    જોકે, કાર ચાલકની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને તેનો આબાદ બચાવ થયો હતો ખડકી ગામમાં નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર પસાર થઈ રહેલી કાર નંબર ઞ્થ્ ૧૫  ઘ્પ્ ૮૦૬૦ માં અચાનક કોઈ અગમ્ય કારણોસર શોર્ટ સર્કિટ થતાં બોનેટ ના ભાગેથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું. કાર ચાલકને તાત્કાલિક જોખમનો અહેસાસ થતા તેમણે સમયસૂચકતા વાપરી કારને ઉભી રાખી દીધી હતી અને તાત્કાલિક બહાર નીકળી ગયા હતા  આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી.

ઘટના અંગે સ્થાનિકો અને રાહદારીઓ તાત્કાલિક પારડી ફાયર બ્રિગેડને જાણ કરી હતી પારડી ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી કાર માં લાગેલી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આ અકસ્માતમાં કારને નુકસાન થયું હતું પરંતુ સદનસીબે કાર ચાલક સમયસર બહાર નીકળી જતાં મોટી જાનહાનિ થતા ટળી હતી જેને પગલે તંત્ર અને સ્થાનિકોઍ રાહતનો શ્વાસ લીધો હતો. આગને પગલે હાઇવે પર થોડો સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી પરંતુ પારડી પોલીસ તાત્કાલિક ઘટનાને સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી અને ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.