ચીખલીના મિયાઝરીમાં દિપડો વન વિભાગના પાંજરે પુરાયો
- byDamanganga Times
- 01 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૩૦ ઃ ચીખલી તાલુકાના મીયાઝરી ગામે પટેલ ફળિયામાં રહેતા માજીદ ગનીભાઈ શેખના ઘરના પાછળના ભાગે ચાર દિવસ અગાઉ ચીખલી વન વિભાગ દ્વારા ઍક પાંજરું ગોઠવતા મંગળવારના રોજ વહેલી સવારે આ પાંજરામાં ઍક કદાવર દિપડો આશરે છ વર્ષનો પાંજરે પુરાતા આ વિસ્તારના રહીશો ઍ રાહતનો શ્વાસ લીધો છે.
