Damanganga Times.

Damanganga Times.

July 01, 2026

વલસાડ જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની બેઠક મળી

વલસાડ જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની બેઠક મળી


(દમણગંગા ટાઈમ્સ)

વલસાડ, તા. ૩૦ ઃ લોકસભા દંડક અને વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠક યોજાઈ હતી.  બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી સાંસદે  તમામ વિભાગોના જિલ્લાના વિકાસલક્ષી યોજનાના કાર્યોની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. જે અંતર્ગત ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન, મહિલા અને બાળ વિકાસ કચેરી અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો, સખી વન સ્ટોપ સેન્ટર, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીની યોજનાઓ, વાપી મહાનગરપાલિકા, ખેતીવાડી, પશુપાલન, બાગાયત, શિક્ષણ, આઈસીડીઍસ, જિલ્લા ગ્રામ વિકાસ ઍજન્સી, સમાજ કલ્યાણ કચેરી, પાણી પુરવઠા, જિલ્લા પુરવઠા, ડીઆઈઍલઆર, આયોજન કચેરી, પ્રાંત અધિકારીઓ સહિત તમામ સંબંધિત કચેરીઓની કામગીરીની ઝીંણવટપુર્વક સમીક્ષા કરી જરૂરી સલાહ સૂચનો કર્યા હતા.    અનુસૂચિત જાતિ કલ્યાણ અંતર્ગત ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સમયસર મળી રહે તેવું આયોજન કરવા, ડીજીવીસીઍલની કામગીરીઓની સમીક્ષા કરી ચોમાસા દરમિયાન જનતાને પરેશાની ન થાય તેથી હેલ્પલાઈન વ્યવસ્થિત ચાલે, વીજળી જવાના કિસ્સાઓમાં ફોલ્ટ શોધી તુરંત વીજપ્રવાહ સ્થાપિત થાય, અંડરગ્રાઉન્ડ કેબલિંગ તેમજ વીજ જોડાણો સહેલાઈથી મળી રહે તે -કારે કાર્ય કરવા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરને વધુમાં વધુ લોકોને પ્રાકૃતિક કૃષિ અંગે જાણ થાય તેમજ તે અંગેની સુવ્યવસ્થિત તાલીમ આપવા આયોજનો કરવા, જિલ્લાના દરેક તાલુકાઓમાં પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે હમણાંથી જ સુચારૂ આયોજન કરવા, આરોગ્ય વિભાગને જરૂરિયાતમંદોને આયુષ્યમાન કાર્ડ મળી રહે તે માટે કેમ્પનું અયોજન કરવા, માર્ગ અને મકાન વિભાગને નવા બનેલા ઓવરબ્રિજો પર લાઈટ લગાવવા તેમજ અન્ય સંબંધિત વિભાગોને સુચારુ કામગીરી કરી જાહેર જનતાને તમામ સુવિધાઓ મળી રહે તે રીતે કાર્ય કરવા સૂચના આપી હતી. જિલ્લાની તમામ નગરપાલિકાઓને ચોમાસા દરમિયાન પાણી ભરાવ, ગટર અને સ્વચ્છતાને લગતી કોઈ પણ સમસ્યાઓ ઊભી ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. શહેરના બ્યુટિફિકેશન માટે આયોજન કરવા તેમજ જાહેર જગ્યાઓને ઈમ્પ્રુવ કરવાના કાર્યો પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું. જિલ્લામાં ટુરિઝમ ઓપોર્ચ્યુનિટી વધારવા સુવ્યવસ્થિત આયોજન કરવા પણ સૂચન કર્યું હતું.     બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ  હેતલબેન પટેલ, વાપી મહાનગર પાલિકાના મેયર  દક્ષાબેન પટેલ, ધારાસભ્ય રમણલાલ પાટકર, અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર નિતીન સાંગવાન જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોટ, ડીઆરડીઍના નિયામક ઍ. કે. કલસરીયા, તાલુકા પંચાયત પ્રમુખ, વાપી મહાનગરપાલિકાના કમિશનર  અને જિલ્લા કચેરીઓના અધિકારીઓ  ઉપસ્થિત રહ્ના હતા.