દ.ગુ. અને દાનહના ૧૫ પ્રતિનિધિઅો ભોપાલમાં સાહિત્ય મહોત્સવમાં ઝળક્યા
- byDamanganga Times
- 01 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૦ ઃ મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત મૌલાના આઝાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (પ્ખ્ફત્વ્) ખાતે આયોજિત પ્રથમ ઍક દિવસીય અખિલ ભારતીય આદિવાસી સાહિત્ય મહોત્સવમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ઉપસ્થિત થયેલા આદિવાસી સાહિત્યકારો, સંશોધકો અને સાંસ્કૃતિક કાર્યકરો વચ્ચે દક્ષિણ ગુજરાત અને દાદરા-નગર હવેલીના પ્રતિનિધિઓઍ નોંધપાત્ર હાજરી નોંધાવી હતી. આ મહોત્સવમાં દક્ષિણ ગુજરાત અને દાદરા-નગર હવેલીમાંથી કુલ પંદર પ્રતિનિધિઓઍ ભાગ લઈને ગુજરાતના આદિવાસી સાહિત્ય, ભાષા અને સાંસ્કૃતિક વૈવિધ્યને રાષ્ટ્રીય મંચ પર ગૌરવભેર રજૂ કર્યું હતું., જેને આયોજક ઍવા પર્યાવરણવિદ્ શરદ કુમરે અને સમિતિના સદસ્યોઍ વધાવ્યું હતું.
પ્રતિનિધિમંડળમાં સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્યના પ્રમુખ ડૉ. પ્રદીપભાઈ ગરાસિયા, અખિલ ભારતીય ધોડીઆ સમાજના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, આહવા-ડાંગના જાણીતા તબીબ, લેખક અને સંશોધક ડૉ. ઍ. જી. પટેલ, નાનાપોંઢા તાલુકાના ધોધડકુવા ગામના જાણીતા વાર્તાકાર અને સંશોધક અરવિંદ પટેલ તેમજ અંબિકા તાલુકાના કોસ ગામના ધોડીઆ ભાષાના પ્રથમ રાષ્ટ્રીય કક્ષાના કવિ-લેખક કુલીન પટેલ સહિતના સાહિત્યપ્રેમી અને કર્મશીલો ઍવા ઠાકોરભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, ડૉ. વિમુખ પટેલ, શોધાર્થી પિયુષ પટેલ, યોગેશ પટેલ, અશોકભાઈ પટેલ, શંકરભાઈ પટેલ, નવિનભાઈ પટેલ તેમજ યુવા કર્મશિલો ભાવિક પટેલ અને વત્સલ ગરાસિયા વગેરે અગ્રણીઓનો સમાવેશ થતો હતો. આ મહોત્સવમાં ગુજરાતના પ્રતિનિધિમંડળે પોતાની સક્રિય અને ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ દ્વારા ગરવી ગુજરાતની આદિવાસી સાહિત્યિક અને સાંસ્કૃતિક ઓળખને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરી, જેના પરિણામે ઉપસ્થિત સાહિત્યકારો અને વિદ્વાનોમાં ગુજરાતના આદિવાસી સાહિત્ય પ્રત્યે વિશેષ રસ અને પ્રશંસા જોવા મળી હતી.
