વલસાડ જિલ્લાની મહિલા ટીમ વિજેતા
- byDamanganga Times
- 01 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૦ ઃ અમદાવાદના નરોડા મેમ્કો ક્રોસ રોડ સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માં ૨૧મી મિની સબ જુનિયર ટેનિસ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપ અને ઓપન મહિલા ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.ફાઇનલ મેચ વલસાડ જિલ્લા અને અમદાવાદ જિલ્લા વચ્ચે રમાઈ જેમાં વલસાડ જિલ્લાની મહિલા ટીમે ચેમ્પિયનશિપ બની જયારે અમદાવાદ ક્રિસ્ટલની ટીમ રનર્સ-અપ રહી હતી.સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી ૧૦ જિલ્લાના ભાઈઓ (અંડર-૧૪) અને મહિલાઓની ટીમોઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અમદાવાદના નરોડા મેમ્કો ક્રોસ રોડ સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માં ૨૮ થી ૨૯ જૂન ૨૦૨૬ બેદિવસીય ૨૧મી મિની સબ જુનિયર ટેનિસ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપ અને ઓપન મહિલા ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્ય કક્ષાની ટૂર્નામેન્ટનું આયોજન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ટેનિસ બોલ ક્રિકેટ ઍસોસિઍશન દ્વારા ગુજરાત સ્ટેટ ટેનિસ બોલ ક્રિકેટ ઍસોસિઍશનના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી ૧૦ જિલ્લાના ભાઈઓ (અંડર-૧૪) અને મહિલાઓની ટીમોઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ટુર્નામેન્ટની ફાઇનલ મેચ વલસાડ જિલ્લા અને અમદાવાદ જિલ્લા વચ્ચે રમાઈ હતી, જેમાં શાનદાર પ્રદર્શન કરીને વલસાડ જિલ્લાની મહિલા ટીમે ચેમ્પિયનશિપ બની જયારે અમદાવાદ ક્રિસ્ટલની ટીમ રનર્સ-અપ રહી હતી. ત્રીજા સ્થાન માટે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય અને આર. પી. વસાણીની ટીમ વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં આર. પી. વસાણીની ટીમે વિજય મેળવી તૃતીય સ્થાનની ટ્રોફી અને મેડલ્સ મેળવ્યા હતા.?ટૂર્નામેન્ટના અંતે વિજેતા ખેલાડીઓ અને ટીમોને પ્રોત્સાહિત કરવા માટે ઍક ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાત સ્ટેટ ટેનિસ બોલ ક્રિકેટ ઍસોસિઍશનના પ્રમુખ નિકુલ સિંહ તોમર, વલસાડ ટેનિસ બોલ ક્રિકેટ ઍસોસિઍશન (સ્વ્ગ્ઘ્ખ્) ના પ્રમુખ વિનોદભાઈ પટેલ, સેક્રેટરી નિલેશ કોસિયા, નિલેશ ઘાંઘેકર, રવિ વર્મા (સેક્રેટરી), સુચિત સિંહ, શીતલ મેડમ, રીતનેશ મેડમ અને પાર્થેશ વાઘેલા સહિતના મહાનુભાવોના હસ્તે ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું.સમગ્ર રાજ્ય કક્ષાની ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
