Damanganga Times.

Damanganga Times.

July 01, 2026

વલસાડમાં નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

વલસાડમાં નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ  યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૩૦ ઃ વલસાડ સિંધિ સમાજ તેમજ ૨૧ ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ દ્વારા નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ  વલસાડના કૈલાસ રોડ પર આવેલ  શ્રી ઝૂલેલાલ  મંદિરમાં  રાખવામાં આવ્યો હતો.

આ મેડિકલ કેમ્પમાં વલસાડ સિંધિ સમાજના પ્રમુખ  કિશોર મુલચંદાની તેમજ સિંધી સમાજના અન્ય કારોબારી સભ્ય સાથે  દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે  મુખ્ય મહેમાન તરીકે પારડી સાંઢપોર ગામના સરપંચ ધર્મેશ ઉર્ફે ભોલાભાઈ પટેલે  હાજરી આપી હતી. તેમજ ૨૧ સેન્ચુરી હોસ્પિટલના ડોકટર્સ અને સ્ટાફે મેમ્બર પણ હાજર રહ્ના હતાઆ મેડિકલ કેમ્પમાં કૈલાશરોડ , શેઠિયા નગર મોગરાવાડી  વિસ્તારમાં રહેતા નાગરિકજનોને નિઃશુલ્ક ચેકઅપ કેમ તેમજ મફત દવા આપવામાં આવી હતી. કેમ્પના દિવસે, ૬૦ કરતાં વધુ દર્દીઓઍ આ કેમ્પનો લાભ લીધો હતો

કેમ્પમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ડૉ. અક્ષય નાડકર્ણી ની તેમજ ડોક્ટર અદિતી નાટકરની હાજરી આપી હતી.

આ કેમ્પમાં ડો. ધ્વનિ પરમાર, ડો. વૃષાંક શાહ ડો. હર્ષદ નકુમ,  ડો. ઓઝશ શાહ તેમજ તેમની ટીમે દરેક દર્દીઓને સારવાર આપી હતીકાર્યક્રમનું સંચાલન સિંધિ સમાજના પ્રમુખ  કિશોર મુલચંદાનની તેમજ ઉપપ્રમુખ  ધનપત ખેમાણી દ્વારા કરવામાં આવ્યું તેમજ કાર્યક્રમની રચના સિંધિ સમાજના અગ્રણી અશોક ગોડવાની. મનીષ મંગલાની ભૂપેન્દ્ર ખતરી કિશોર તોલાની તેમજ પરેશ સાદરગાની દ્વારા કરવામાં આવ્યું હતું.