અતુલમાં ક્રિકેટ કોચિંગ સમર કેમ્પ સંપન્ન
- byDamanganga Times
- 01 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૦ ઃ ઉલ્હાસ જીમખાના અતુલ માં ક્રિકેટ કોચિંગ સમર કેમ્પની પૂર્ણાહૂતિ અને સર્ટીફિકેટ વિતરણ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની ઍક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૦ ઍપ્રિલ થી ૧૦ જૂન સુધી ચાલેલ આ કેમ્પમાં ધરમપુર, પારડી, ઉદવાડા, વાપી, અતુલ તેમજ તેની આજુબાજુનાં ગામોમાંથી કુલ ૨૨૫ છોકરાઓ અને ૫૩ છોકરીઓઍ ભાગ લીધો હતો. આ કેમ્પમાં સીનીયર અને અનુભવી કોચ શ્રી મીનેશ પટેલ, રોહન દેસાઈ, જયેશ સોલંકી, વિકાસ મહલા, કૃણાલ કાંબલે, કૃણાલ રાઠોડ, કેફ પઠાણ, ધીમંત પંડ્યા, આદિત્ય ગોપાલ, જતિન માસ્તર, યશ પટેલ, વુમન કોચમાં હની પટેલ, શ્રધ્ધા કદાવલા, તથા વિઝીટર કોચ દ્વારા ક્રિકેટ ને લગતી તમામ ટ્રેનિંગો તથા માહિતી જેવી કે બેઝિક ક્રિકેટ, ફિટનેસ, યોગાસેશન, હીલ ટ્રેકિંગ, ન્યુટ્રીશન સેશન, અવેરનેસ માટે યો – યો ટેસ્ટની પ્રેકટીસ કરવામાં આવી હતી. સાથે શ્-૧૨, શ્-૧૫, શ્-૧૬, શ્-૧૯ નાં બાળકો વચ્ચે વધુ મેચો રમાડવામાં આવી હતી. ત્યારબાદ જુદી જુદી ક્રિકેટ ઍકેડમી જેવી કે લ્પ્લ્ ક્રિકેટ ઍકેડમી, સુરત ક્રિકેટ ઍકેડમી,ચંચળ બા ક્રિકેટ ઍકેડમી(ધોળીકુવા),લક્ષ ક્રિકેટ ઍકેડમી (લીલાપોર),ગોરેગાંવ ઍકેડમી(મુંબઈ), માંગેલા ક્રિકેટ ઍકેડમી(અંધેરી), બી.ડી.સી.ઍ(વલસાડ), સાંઈનાથ ઍકેડમી(વિરાર), સાથે નિર્ધારિત, ૨૦ ઓવર,તથા ૪૦ ઓવર ની મેચો રમાડવામાં આવી હતી, આ સાથે કોચિંગ કેમ્પમાં ભાગ લેનાર આ મનોરંજન કાર્યક્રમનાં મુખ્ય પ્રણેતા નયનભાઈ, આંનદ પટેલ, મેહુલકુમાર ટંડેલ, જયેશ પટેલ, ગિરીશ પટેલ, હાર્દિક મિસ્ત્રી, ડિમ્પલ બારીયા, સતીશ બારીયા,આ તમામ મ્યુઝિકલ પાર્ટીનાં સદસ્યોનો વિના મૂલ્યે મનોરંજન પૂરું પાડવા બદલ જે ડી.પટેલે આભાર માન્યો હતો.
અંતમાં કોચીંગ કેમ્પમાં ભાગ લેનાર બાળકોને સર્ટીફિકેટ વિતરણ કાર્યક્રમમાં અતુલ લિમિટેડ કંપનીમાંથી પધારેલ, ઍક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસિડન્ટ કિરણ પાન્ડા સાહેબ, જનરલ મેનેજર, અમિત રાવત, શ્-૧૯ વર્લ્ડ કપ વિજેતા ટીમના સદસ્ય હેનીલ પટેલ તથા તેમના પિતા દિલીપભાઈ પટેલ, કમલ દેસાઈનાં શુભ હસ્તે ભાગ લેનાર બાળકોને સર્ટીફિકેટ ઍનાયત કરવામાં આવ્યા હતા.
