પારડી કોîગ્રેસની વિદ્યાર્થીઅોને પડતી મુશ્કેલીઅો અંગે કલેકટરને રજુઆત
- byDamanganga Times
- 01 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૩૦ ઃ પારડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને પડી રહેલી દાખલા મેળવવા માટે મુશ્કેલી અંગે ની રજૂઆત જિલ્લા કલેકટરને કરવામાં આવી છે અને ચોક્કસ વ્યવસ્થા ગોઠવવા માટે માંગણી કરવામાં આવી છે.
પારડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઍક સામાન્ય માણસને પોતાનો હક મેળવવા માટે કચેરીઓના ધક્કા ખાવા પડે છે. વિદ્યાર્થીઓના ઍડમિશન અટવાઈ રહ્ના છે. યુવાનોની નોકરીની અરજીઓ પુરાવા ના અભાવે અટકી રહી છે. પાસપોર્ટ-વિઝાની પ્રક્રિયા અટકી રહી છે અને તંત્ર માત્ર ટેકનિકલ ઍરર અને સોફટવેરના બહાનાં આપે છે આ સરકાર અને તંત્રની નિષ્ક્રિયતા સામાન્ય જનતા પર અન્યાય સમાન છે જો આ કાર્યવાહી સમયસર થાય તો ઘણી સરાહનીય છે. પણ આ ઓનલાઈન પ્રક્રિયા કાયમ ખોટકાઈલી અવસ્થા માંજ જોવા મળે છે આ બાબતે સ્થાનિક સ્તરે રજૂઆત કરે તો જીલ્લા આરોગ્ય તંત્ર ઉપર જવાબદારી નાંખવામાં આવે છે. જીલ્લા આરોગ્ય અધિકારી ને રજુઆત કરે તો રાજ્ય સરકાર ઉપર જવાબદારી નાંખવામાં આવે છે આથી જીલ્લા કલેકટર ને ટપાલ દ્વારા આ મુદ્દે રજૂઆત કરી સાથે સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા ને આ ગંભીર મુદ્દે રાજ્ય સરકારમાં રજુઆત કરવા માટે જાણ કરવામાં આવી છે. સ્થાનિક વ્યક્તિની ઓળખ સ્થાનિક કર્મચારી જેતે સ્થાનિક જન-તિનિધની ભલામણ કે લેખિત દાખલો આપી જેતે વ્યક્તિની ઓળખ સ્તયાપિત કરી દાખલો કાઢી શકે તો આ જન્મ મરણ નોંધણી પછી દાખલા કાઢવાની લાઈનો ઓછી થાય જનતા ઓછી હેરાન પરેશાન થાય. જન્મમરણના દાખલા સમયસર, સ્થાનિક સ્તરે અને સરળતાથી મળવા જ જોઈઍ. જો સરકાર અને તંત્ર તાત્કાલિક ધોરણે આ સમસ્યા નો ઉકેલ નહીં આવે તો અમો સરકાર નું ધ્યાન દોરવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન નો માર્ગ અપનાવવા પારડી શહેર કોîગ્રેસે જણાવ્યું હતું.
