Damanganga Times.

Damanganga Times.

July 01, 2026

પારડી હાઈવે પર પ્રિમોન્સુન કામગીરી ન થતાં પ્રથમ વરસાદે જ પાણી ભરાયા

પારડી હાઈવે પર પ્રિમોન્સુન કામગીરી ન થતાં પ્રથમ વરસાદે જ પાણી ભરાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૩૦ ઃ પારડી પંથકમાં વરસાદની શરૂઆત થઈ છે ત્યારે પ્રથમ વરસાદમાં જ પારડી નેશનલ હાઇવે નંબર ૪૮ માં અનેક વિસ્તારોમાં સર્વિસ રોડ અને હાઇવેના વચ્ચે વરસાદી પાણી નો ભરાવો થતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. પારડી પંથકમાં વરસાદની શરૂઆત થતાની સાથે જ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ માં ફીનાઇલ ફેક્ટરી ની સામે દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જે વરસાદી પાણીના ભરાવવા બાદ અવારનવાર કરતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને નાના-મોટા અકસ્માતના બનાવો પણ બન્યા હતા. ચોમાસા પહેલા ચોક્કસ પ્રીમોન કામગીરી હાઇવે દ્વારા કરવાની જરૂર હતી પરંતુ આ વિસ્તારમાં દર વર્ષે આ સમસ્યા હોય છે ત્યારે ચોક્કસ પ્રીમોન કામગીરી ચોમાસાના પાણીના નિકાલ માટે ના કરવામાં આવી હોય ઍ ચોક્કસ પાણીના ભરાવા પરથી જણાઈ આવે છે પાણીના ભરાવા બાદ પ્રસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે હજી વ્યવસ્થા સુધારી શકાય છે. હાઇવે તંત્ર દ્વારા ચોમાસાના શરૂઆતમાં જ અહીં ચોક્કસ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવે તો અકસ્માત થતા અટકાવી શકાય છે અને વાહન ચાલકો ખાસ કરીને સ્થાનિક લોકોને મુશ્કેલીમાંથી બચાવી શકાય છે.