આમળી પ્રા. શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
- byDamanganga Times
- 01 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૩૦ ઃ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના દરેક વિસ્તારોમાં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પ્રેરિત શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણના કાર્યક્રમો ચાલી રહ્ના છે જે સંદર્ભમાં આજરોજ પારડી તાલુકાના આમળી ગામમાં શાળા પ્રવેશ ઉત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં આમળી ગામમાં પારડી તાલુકા પંચાયતના પ્રમુખ કિન્નરીબેન હિતેશભાઈ પટેલ તાલુકા પંચાયતના સભ્ય કીર્તિબેન વિજયભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં અહીં આવેલ -ાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
