Damanganga Times.

Damanganga Times.

July 01, 2026

ખેરલાવ પ્રા. શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો

ખેરલાવ પ્રા. શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૩૦ ઃ પારડી તાલુકાના ખેરલાવ ગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવઅનેશાળાપ્રવેશોત્સવ-૨૦૨૬નું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોટ ત્ખ્લ્ ઉપસ્થિત રહ્ના હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય  અદિતિ અંકિતકુમાર પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ  હિરેન પટેલ, ગોઈમા બેઠકના તાલુકા પંચાયત સદસ્ય સેજલબેન મનોજભાઈ નાયકા, સ્વાધ્યાય મંડળ પારડીના ભગીરથભાઈ દેસાઈ, ગામના સરપંચ મયંક પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો, શિક્ષકગણ, વાલીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા. 

કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિકાસમાં સહભાગી બનેલા દાતાઓનું શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.  નવા પ્રવેશ મેળવનાર તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દાતા ઓના સહયોગથી શાળા પરિસરમાં સ્થાપિત મા સરસ્વતીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સાથે ઍક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ બાદ મહાનુભાવોઍ ગામમાં નિર્માણાધીન આધુનિક પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. આ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીઍ પુસ્તકાલયના કાર્યની પ્રશંસા કરી હતી  અંતે શાળા પરિવાર દ્વારા તમામ મહાનુભાવો, દાતાઓ, ગ્રામજનો અને વાલીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.