પારડી પાલિકામાં સિનિયર કલાર્કનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો
- byDamanganga Times
- 01 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૩૦ ઃ પારડી નગરપાલિકામાં નિષ્ઠા અને ઈમાનદારી પૂર્વક ફરજ બજાવી વયમર્યાદા પૂર્ણ કરનાર સિનિયર ક્લાર્ક ઈર્શાદબેન શેખ નિવૃત થતા આજરોજ પારડી નગરપાલિકામાં ઍમનો વિદાય સમારંભ યોજાયો હતો અહીં પારડી નગરપાલિકાના સભાખંડમાં આજે વહેલી સવારના પારડી નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઇ નાયકા કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી બાંધકામ અધ્યક્ષ પ્રણવ દેસાઈ સાઉન્ડ પ્લાનિંગ ચેરમેન સિરીશભાઈ પટેલ સદસ્ય ભૂમિબેન શ્રેયાંશ ભાઈ પારેખ, નેહાબેન પટેલ, ઉષાબેન પટેલ, લીલાબેન પટેલ, લાલજીભાઈ યાદવ સાથે પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ કપિલ ભાઈ હળપતિ સાથે અન્ય નગરપાલિકાના સદસ્ય દરેક વિભાગના કર્મચારીઓ અધિકારીઓ ની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ તથા સદસ્યો અને કર્મચારીઓઍ ઈર્શાદ બેને પારડી નગરપાલિકામાં આપેલી નિષ્ઠા અને ઈમાનદારી પૂર્વકની સેવા અને બિરદાવી હતી અને ઍમના સારા જીવન માટે શુભકામનાઓ આપી હતી તમામ કર્મચારીઓ ઍમનો સન્માન કર્યો હતો અને ઍમને શુભકામનાઓ આપી હતી. ઈર્શાદ બેને સફાઈ કર્મચારી બહેનોને સાડીનું વિતરણ કર્યું હતું તેઓઍ પારડી નગરપાલિકાના દરેક સદસ્યો કર્મચારીઓ અધિકારીઓ અને નગરજનોનો ઍમને મળેલા પૂર્ણ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેઓઍ જીવનના ત્રીસ વર્ષથી વધારે પારડી નગરપાલિકામાં સેવા આપી નગરજનોને દિલ જીતી લીધો હતો વગર વિવાદે અને કોઈપણ આક્ષેપ વિના તેઓ નિવૃત થયા છે મહેનત ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વકની જવાબદારી પૂર્વકની ફરજ ઍવો ઍ અદા કરી છે. જે બદલ ઍમને આજે બિરદાવા આવ્યા હતા ઍમના પરિવારજનો અને ઍમના સમાજના આગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતા અને શુભકામનાઓ આપી હતી.ક
