Damanganga Times.

Damanganga Times.

June 27, 2026

સ્વચ્છ વાપી મિશન દ્વારા ૩૪ કિલો આમગોટલી ઍકત્ર કરી

સ્વચ્છ વાપી મિશન દ્વારા ૩૪ કિલો આમગોટલી ઍકત્ર કરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૬ ઃ પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે સ્વચ્છ વાપી મિશન દ્વારા હાથ ધરાયેલા આમગોટલી (કેરીની ગોટલી) સંકલન અભિયાનને નોંધપાત્ર સફળતા મળી છે. અત્યાર સુધીમાં કુલ ૩૪ કિલોગ્રામ આમગોટલી ઍકત્રિત કરવામાં આવી છે.
ઍકત્રિત કરાયેલ તમામ આમગોટલીનું યોગ્ય રીતે પેકિંગ કરી તેને કુરિયર મારફતે *મિશન ગ્રીન મેંગોને મોકલી આપવામાં આવી છે. આ ગોટલીઓમાંથી રોપાઓ તૈયાર કરી વિવિધ સ્થળોઍ, ખાસ કરીને અમરવન (ખ્ૃર્શ્વીર્રુઁ) જેવા વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવશે, જે હરિયાળા અને સ્વસ્થ પર્યાવરણના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
સ્વચ્છ વાપી મિશન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, તેઓ આવા પર્યાવરણલક્ષી અભિયાનોમાં સક્રિય ભાગ લઈ કેરીની ગોટલીઓ ઍકત્રિત કરી પ્રકૃતિના સંવર્ધનમાં પોતાનું યોગદાન આપે. નાનકડો પ્રયાસ પણ ભવિષ્યમાં હજારો વૃક્ષોના રૂપમાં વિકસી શકે છે.
સ્વચ્છ વાપી મિશનનું માનવું છે કે જનસહભાગિતા દ્વારા જ પર્યાવરણ સંરક્ષણનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. આ અભિયાનમાં સહયોગ આપનાર તમામ નાગરિકો, સ્વયંસેવકો અને દાતાઓનો મિશન દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.