વાપી મનપાની ૧૧ જેટલાં કોચિંગ સેન્ટરોને નોટિસ
- byDamanganga Times
- 27 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૬ઃ વાપી વિસ્તારમાં ફાયર સેફટનીના નિયમોને નેવે મૂકી કોચિંગ સેન્ટર ચલાવનારાઓ સામે મનપાઍ લાલ આંખ કરી દમણરોડ ચલા વિસ્તારના ૧૧ જેટલાં કોચિંગ સેન્ટરોને નોટિસ ફટકારી છે. યુપીની રાજધાની લખનૌમાં થોડાં દિવસ પહેલાં ઍક કોચિંગ સેન્ટરમાં બનેલી ગોઝારી આગની ઘટનામાં ૧૬ જેટલા વિદ્યાર્થીના કરૂણ મોત નીપજ્યા હતાં. આ અગાઉ સુરતમાં તક્ષશિલા ઍપાર્ટમેન્ટમાં ચાલતા કોચિંગ સેન્ટરમાં અગ્નિકાંડ સર્જાયો હતો જેમાં૧૮ વિધાર્થિનીઓ અને ૪ વિધાર્થી મળી કુલ ૨૨ વિધાર્થીઓના મોત નીપજ્યા હતાં. આ ગંભીર ઘટનાના પગલે જાગેલી વાપી મનપા દ્વારા ઍ શરૂઆત કરી ૧૧ જેટલા કોચિંગ સેન્ટરમાં તપાસ કરી હતી જેમાં વ્યક્તિગત ફાયર ઍનોસી ન હોય તથાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો જેથી આ તમામને ૭ થી ૧૦ દિવસમાં ફાયર ઍનોસી મેળવી લેવા તથા ફાયર સેફટીના સાધનો વસાવવા નોટિસ ફટકારી છે.
આગામી દિવસોમાં આ અભિયાન સમગ્ર વાપી શહેરમાં ચાલુ રાખવામાં આવશે તેવું વાપી મનપા નાયબ કમિશનર તથા ઈનચાર્જ ફાયર ઓફિસરે જણાવ્યું છે. જોકે વાપીના છીરી, ડુંગરા જેવાં વિસ્તારોમાં પણ ઝડપથી આ અભિયાન શરૂ કરવામાં આવે તે જરૂરી છે કારણ કે આ સ્લમ વિસ્તાર છે અને અહીં જે કોચિંગ સેન્ટર કે શાળાઓ ચાલે છે.
