Damanganga Times.

Damanganga Times.

June 27, 2026

વાંસદાની પ્રતાપ હાઈ.માં શાળા પ્રવેશોત્સવ યોજાયો

વાંસદાની પ્રતાપ હાઈ.માં શાળા પ્રવેશોત્સવ યોજાયો


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાંસદા, તા. ૨૬ ઃ વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રતાપ હાઈસ્કૂલ, વાંસદા ખાતે શાળા પ્રવેશોત્સવ - અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬નો કાર્યક્રમ ઉત્સાહભેર અને ભવ્ય રીતે યોજાયો. નવા શૈક્ષણિક સત્રના શુભ પ્રારંભે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકગણની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા કક્ષા અધિકારી પ્રશાંત સોની તથા લાયઝન અધિકારી  વિજયભાઈ ગાંવિત ઉપસ્થિત રહ્ના હતાં. શાળાના શિક્ષકગણે વિદ્યાર્થીઓને નવી શૈક્ષણિક સફર માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં શિક્ષણના પ્રસાર અને કન્યા શિક્ષણના મહત્વ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વાલીઓઍ પણ મોટી સંખ્યામાં હાજરી આપી શાળાના શૈક્ષણિક કાર્ય પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યઍ તમામ મહાનુભાવો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.