બીલીમોરાની ઍલ. ઍમ. પી. રેવા અને ઍમ. સિ. ઝેડ શાહ સ્કૂલમાં પ્રવેશોત્સવ યોજાયો
- byDamanganga Times
- 27 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૨૬ ઃ બીલીમોરા વિભાગ કેળવણી મંડળ સંચાલિત બીલીમોરાની પ્રતિષ્ઠિત ઍલ. ઍમ. પી. રેવા ઍક્સપરિમેન્ટલ હાઇસ્કૂલ અને શેઠ ઍમ. સિ. ઝેડ શાહ હાયર સેકન્ડરી સ્કૂલમાં ગુરુવારે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ’ અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના બાદ આચાર્ય કેતન પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કરી સંસ્થાની શૈક્ષણિક સિદ્ધિઓ રજૂ કરી હતી. તેમજ ગત વર્ષના તેજસ્વી તારલાઓનું ભેટ આપી સન્માન કરાયું હતું. આ પ્રસંગે મંડળના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ અમીને શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષણ માટે માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય મહેમાન મામલતદાર દીપીકાબેન રોઝે સરકારી યોજનાઓ, વિકસિત ભારતનો લક્ષ્યાંક અને નાગરિકોની ફરજો વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં ટ્રાફિક નિયમોના પાલનની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને અંતે શાળા પરિસરમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
