વાપી હાઈસ્કુલમાં પ્રવેશોત્સવ-વૃક્ષારોપણ કરાયું
- byDamanganga Times
- 27 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૬ ઃ વાપી નગર પંચાયત ઍજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલ, વાપી ખાતે આજ રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળિકાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો તેમજ નવા વિદ્યાર્થીઓનું શાળામાં હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવાનો હતો.
કાર્યક્રમનું સમગ્ર સંચાલન ધોરણ-૧૨ની વિદ્યાર્થીની નૈસર્ગી ખેંગાર તથા વિદ્યાર્થી યશ પ્રજાપતિ દ્વારા આત્મવિશ્વાસપૂર્ણ અને સુંદર રીતે કરવામાં આવ્યું હતું, જે સૌ માટે પ્રેરણારૂપ બન્યું હતું.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગાંધીનગરથી પધારેલ કમિશનર રેમ્યા મોહન (કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ ઍડમિનિસ્ટ્રેશન) ઉપસ્થિત રહ્ના હતા. તેમની સાથે વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કે. ઍમ. રાણા, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, વલસાડના પ્રતિનિધિ રીમાબેન તેમજ સીઆરસી વટાર સુનિલભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમમાં દાતાઓ તરીકે સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ દિનેશભાઈ, રોટરી ક્લબ ઓફ વાપી રિવરસાઈડના ડાયરેક્ટર સર્વિસ પ્રોજેક્ટ ભાવિનભાઈ જાની, પીડીલાઈટ વાપીના ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર ગજાનંદ તેમજ મેનેજર નિલેશભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી. શાળાના આચાર્ય સુમીતરાજ રોહિત દ્વારા પધારેલ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના સંદેશને ઉજાગર કરવા માટે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગાંધીનગરથી પધારેલ કમિશનર રેમ્યા મોહનના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોઍ વિદ્યાર્થીઓને વૃક્ષોનું જતન કરવા, પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનવા અને હરિયાળું ભવિષ્ય નિર્માણ કરવા માટે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. વૃક્ષારોપણના આ સુંદર આયોજનથી કાર્યક્રમને સામાજિક અને પર્યાવરણીય જાગૃતિનો ઉમદા આયામ પ્રા થયો હતો.
