Damanganga Times.

Damanganga Times.

June 27, 2026

ગરબા દ્વારા ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ માટે સચિન બેનવંશીનું સન્માન

ગરબા દ્વારા ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ માટે સચિન બેનવંશીનું સન્માન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૫ ઃ ભારતીય લોકકલા અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ તથા પ્રોત્સાહનમાં નોંધપાત્ર યોગદાન આપનાર યુવા ગરબા કલાકાર સચિન રમાયણ બેનવંશીને શ્વ્ ર્લ્રૂણુત્ર્જ્ઞ્ૃર્ીર્ીઁ ર્ખ્રૂશ્વફુ ૨૦૨૬ (ખ્શ્વદ્દ ્રૂ ઘ્્યશ્રદ્દ્યશ્વફૂ)**થી સન્માનિત કરવામાં આવ્યાં.
આ સન્માન તેમને શ્રી સંતોષ વત્સા (ત્ય્લ્, ઘ્ગ્ત્લ્)*ના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ સમારોહમાં શ્રી રઘુવંશ કુમાર, કે. ઍસ. ચંદ્રશેખર, તેમજ શ્વ્ ઘ્ર્ત્ર્ીશ્વજ્ર્ઞ્દ્દીણુશ્રફૂ વ્શ્વ્યસ્ન્દ્દના ચેરમેન પ્રદીપ મિશ્રા સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતાં. સચિન બેનવંશીને આ સન્માન ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ગરબા જેવી લોકકલાના માધ્યમથી જાળવી રાખવા અને પ્રોત્સાહિત કરવા બદલ આપવામાં આવ્યું છે. તેમણે પોતાના સમર્પણ, ઉત્કૃષ્ટ પ્રસ્તુતિઓ તથા યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાના સતત પ્રયત્નો દ્વારા સાંસ્કૃતિક જાગૃતિ ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સચિન બેનવંશી દેશભરમાં ગરબા કલાના પ્રચાર-પ્રસાર માટે સક્રિય રીતે કાર્ય કરી રહ્ના છે. તેમની પ્રસ્તુતિઓ અને તાલીમ કાર્યક્રમોઍ અનેક યુવાનોને ભારતીય લોકકલાઓ સાથે જોડાવા માટે પ્રેરિત કર્યા છે. તેમના આ મહત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપતા તેમને શ્વ્ ર્લ્રૂણુત્ર્જ્ઞ્ૃર્ીર્ીઁ ર્ખ્રૂશ્વફુ ૨૦૨૬ (ખ્શ્વદ્દ ્રૂ ઘ્્યશ્રદ્દ્યશ્વફૂ)**થી નવાજવામાં આવ્યા છે.
આ અવસરે સચિન બેનવંશીઍ જણાવ્યું કે આ સન્માન માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, લોકકલા અને તેમની આ સફરમાં સાથ આપનાર તમામ લોકો માટેનું ગૌરવ છે. તેમણે ભવિષ્યમાં પણ ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો અને ગરબા કલાના પ્રચાર-પ્રસાર માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. આ સન્માન ભારતીય લોકકલાઓને નવી ઓળખ અપાવવા અને સાંસ્કૃતિક વારસાને આવનારી પેઢીઓ સુધી પહોંચાડવા માટે કરવામાં આવેલા તેમના પ્રયાસોની મહત્વપૂર્ણ કદરરૂપ છે.