બારિયાવાડમાં હળપતિ સમાજનું સ્નેહમિલન યોજાયું
- byDamanganga Times
- 27 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૫ ઃ ઉમરગામ તાલુકાના બારિયાવાડ હોલ ખાતે શ્રી હળપતિ સમાજ વિકાસ ટ્રસ્ટ, ઉમરગામ દ્વારા હળપતિ સમાજ સ્નેહમિલન-૨૦૨૬ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્ના હતાં.
કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવ, તાલુકા પ્રમુખ નીરવભાઈ શાહ, તાલુકા પંચાયત પ્રમુખ સંતોષ વળવી, ઉમરગામ શહેર પ્રમુખ મયંક પ્રેસવાળા, ઉમરગામ કારોબારી અધ્યક્ષ ગૌરવભાઈ કોન્ટ્રાક્ટર, જિલ્લા મંત્રી ભાવનાબેન કારુલકર, તાલુકા પંચાયત સભ્ય કાજલબેન, સમાજના અગ્રણી નેતા અને ઉદ્યોગપતિ ટીનુભાઈ બારી તેમજ ધર્મેશભાઈ નાયક વિશેષ ઉપસ્થિત રહ્ના હતાં.
શ્રી હળપતિ સમાજ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ શંકરભાઈ દુબળા, ઉપપ્રમુખ હેમંતભાઈ હરિભાઈ રાઠોડ અને મંત્રી મિથુનભાઈ રામદાસ પૂજારીઍ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મુખ્ય વક્તા તરીકે હેમંતભાઈ હરિભાઈ રાઠોડ, રોહિતભાઈ રાઠોડ, ચેતનભાઈ રાઠોડ અને ભાવિનભાઈ રાઠોડે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે બાલ વક્તા તરીકે હર્ષિની મિથુનભાઈ પૂજારીઍ પોતાના વિચારો રજૂ કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું અને ઉપસ્થિત સમાજજનોઍ આવા કાર્યક્રમો સમાજમાં જાગૃતિ અને ઍકતા વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થતા હોવાનું જણાવ્યું હતું.
