વાપી અંબામાતા મંદિર પાસે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ
- byDamanganga Times
- 19 June, 2026
વાપી, તા. ૧૮ ઃ વાપી જીઆઇડીસી ગુંજન રહેણાંક વિસ્તારમાં આજે સાજે પીવાના પાણીની સપ્લાય લાઇન લીકેજ થવાના કારણે ખોરવાઈ ગઈ હતી.
આજે સાંજે અચાનક પીવાના પાણીની સપ્લાય ખોરવાઈ ગઈ હતી. સૂત્રો દ્વારા પ્રા માહિતી મુજબ વાપી જીઆઇડીસી રામલીલા મેદાન ગાર્ડન પાસે પીવાના પાણી લાઇન તૂટી જતાં સાંજે સમગ્ર રહેણાંક વિસ્તારમાં પીવાના પાણીની સપ્લાય બંધ થઈ ગઈ હતી.
આ અંગે પાણી ખાતાના વત્સલ પટેલનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે, લાઇન લીકેજ રિપેર કરવાનું કામ ચાલુ છે ગણતરીના કલાકમાં પાણી સપ્લાય પૂરવરત થઈ જશે.
