Damanganga Times.

Damanganga Times.

June 19, 2026

વલસાડમાં યુવક પર જીવલેણ હુમલો ઃ માથામાં ૨૮ ટાંકા આવ્યા

વલસાડમાં યુવક પર જીવલેણ હુમલો ઃ માથામાં ૨૮ ટાંકા આવ્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૮ ઃ વલસાડના પાલણ તળાવમાં માછલી પકડવા ગયેલા ગોરવાડાના યુવકને વિસ્તારના યુવકે લાકડાના ફટકા અને ધાતુથી જીવલેણ હુમલો કરતા માથામાં ગંભીર ઈજા થતાં સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

 વલસાડ તાલુકાના ગોરવાડા ગામે રહેતો રાહુલ નામનો યુવક વલસાડના પાલણ તળાવ પર માછલા પકડવા માટે ગયો હતો. તે દરમિયાન વિસ્તારમાં રહેતો ક્રિશ રાઠોડ અને વિશાલ તેને માછલી માછલી પકડવાનીના પાડ્યા બાદ બંને વચ્ચે બોલાચન થઈ હતી. જેથી ઉશ્કેરાયેલા ક્રિશ રાઠોડે તેને માથામાં જોરદાર ફટકો મારી દીધો હતો ત્યારે બીજો વિશાલે તેને હાથમાં પહેરેલ ધાતુના કળા વડે રાહુલના માથામાં મારતા માથું ફાડી નાખ્યું હતું.

 મારામારી થવાની ઘટના થયા બાદ ભારે હોબાળો થતા આજુબાજુના લોકો દોડી જતા રાહુલ ક્રિશ રાઠોડ અને વિશાલ ત્યાંથી ભાગી છુટ્યા હતા. જ્યારે રાહુલને માથામાં ગંભીરતા થતાં ઘટના સ્થળે પહોંચેલા ભાવેશ નામના યુવકે ૧૦૮ ઍમ્બ્યુલન્સને જાણ કરતા રાહુલને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને માથામાં ૨૮ ટાકા આવ્યા હતાં. જોકે હોસ્પિટલમાં ન્યુરોસર્જન ન હોવાથી તેને સુરત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનામાં ભોગ બનાર રાહુલભાઈના પિતા રાજુ સોલંકી રાધે ગોરવાડાઍ આરોપી ક્રિશ રાજુ રાઠોડ (રહે.પાલણ કેવાડા ફળિયું) અને વિશાલ વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.