Damanganga Times.

Damanganga Times.

June 19, 2026

ભીલાડની કિશોરીનું અપહરણ અને દુષ્કર્મ કરનારા આરોપીના જામીન નામંજુર

ભીલાડની કિશોરીનું અપહરણ અને દુષ્કર્મ કરનારા આરોપીના જામીન નામંજુર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૮ ઃ ભીલાડ પંથકમાંથી ૧૬ વર્ષીય કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કરાયો છે

પ્રા વિગત મુજબ ગત તારીખ ૧ ૫ ૨૦૨૬ ના રોજ ભીલાડ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ઍક પરિવારની ૧૬ વર્ષની કિશોરીનું અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ ગુજારનાર આરોપી પુષ્પરાજ છોટેલાલ સિંગની ભીલાડ પોલીસે અટકાયત કરી તેની સામે પોકસો ઍક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ હતી. જે અંતર્ગત આજે આરોપી દ્વારા વાપીના પોક્સો ઍક્ટ હેઠળના સ્પેશિયલ જજ ડૉ.  ઍચ. ઍન. વકીલની કોર્ટમાં આરોપી પુષ્પરાજ છોટેલાલ સિંગ દ્વારા રેગ્યુલર જામીન મુક્ત થવા માટે કરવામાં આવેલી અરજી સામે સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની ધારદાર રજૂઆત અને પુરાવાઓને આધારે નામદાર કોર્ટના જજ ડો. ઍચ. ઍન. વકીલ દ્વારા નામંજૂર કરવાનો હુકમ કરાયો છે.