Damanganga Times.

Damanganga Times.

June 19, 2026

તીથલના સરપંચ સામે ગેરરીતીના ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ

તીથલના સરપંચ સામે ગેરરીતીના ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૮ ઃ  વલસાડના તિથલ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા  સ્થળ પર કામ શૂન્ય, પણ ખોટા વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ બનાવી ભ્રષ્ટાચાર આચરનાર સરપંચ અને તલાટી-કમ-મંત્રી સામે  ગામના ઍક જાગૃત નાગરિકે આરટીઆઈમાં વિગત મેળવ્યા બાદ ભ્રષ્ટાચાર અંગે  કલેક્ટર, ખ્ઘ્ગ્ અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી લેખિત પુરાવા સાથે ફરિયાદ કરી તપાસની માંગ કરતા ગ્રામ પંચાયતના વહીવટ કર્તા ઓમાં ફેલાઈ ગયો છે.

આ ફરિયાદ માં આક્ષેપ કરવામાં આવ્યો કે વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૬ દરમિયાન તીથલ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી-કમ-મંત્રીના મેળાપીપણામાં મિલીભગતથી પંચાયતના નિયમોને નેવે મૂકીને સરકારી ગ્રાન્ટનો ભારે દુરુપયોગ કરવામાં આવ્યો છે. સ્થળ પર કોઈપણ -કારનું ભૌતિક કામ કર્યા વિના, માત્ર કાગળ પર જ ખોટા અને બનાવટી વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ  ઊભા કરી સરકારી નાણાં અંગત હિતમાં વાપરી નાખ્યા હોવાના ચોંકાવનારા પુરાવા રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જેમાં તીથલ પટેલ ફળિયામાં નાળા ગટર બનાવવાનું કામ, કલ્યાણ ફાર્મ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન બ્લોક બેસાડવાનું કામ, ગામના મુખ્ય રસ્તા પર નાળા ગટરના કામ, સરકારી ગ્રાન્ટમાંથી ગામમાં બોરવેલ બનાવવાનાં મોટા કૌભાંડની વિગતો જેવી બાબતોનો સમાવેશ કરાયો છે.

 ફરિયાદી જાગૃત નાગરિક કિરીટ પટેલે જણાવ્યું હતું કે, આ અગાઉ સ્થાનિક કક્ષાઍ જિલ્લા વિકાસ અધિકારી ને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નક્કર પરિણામ ન આવતા આખરે તમામ પુરાવા અને ગ્રામજનોના સોગંદનામા સાથે વિગતવાર ફરિયાદ સીધી મુખ્યમંત્રી કાર્યાલય, વિજિલન્સ કમિશનર અને ઍન્ટી કરપ્શન બ્યુરો ને કરવામાંં આવી છે. અને સરપંચ અને તલાટી સામે ફોજદારી ગુનો દાખલ કરીને કડક કાયદાકીય તપાસ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.