તલાવચોરાનો તલાટી રૂ. ૪૦ હજારની લાંચ લેતા ઝડપાયો
- byDamanganga Times
- 19 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૮ ઃ ચીખલીના તલાવચોરા ગામ પંચાયતના તલાટી કમ મંત્રી અને પ્રજાજન રૂ. ૪૦ હજારની લાંચ લેતા ઍસીબીના હાથે ઝડપાયા. પ્રા વિગત મુજબ ચીખલી તાલુકાના તલાવચોરા ગામ પંચાયતના તલાટી કમ મંત્રી કમલેશ ધરમશી દેસાઈ ઉંમર વર્ષ ૪૧ નાની પાસે તલાવચોરા ગામમાં જમીન ધરાવતા ઍક જાગૃત નાગરિકને પોતાની જમીનમાંથી માટી કઢાવવી અન્ય જગ્યાઍ લઈ જવી તે માટે ઍનઓસી પેઢીનામું નકશા તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો માટે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી સામે અરજી કરવામાં આવી હતી. જે અંગે તલાટી કમ મંત્રીઍ તેની પાસે આ કામના રૂ. ૪૦ હજાર રૂપિયાની માંગણી કરી હતી. જેને લઇ જાગૃત નાગરિક લાંચની રકમ આપવા માંગતો ન હોય જેને લઇ તેમણે આ અંગેની જાણ વલસાડ ડાંગ ઍસીબીના અધિકારી જે.આર. ગામીતને કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈ તેઓઍ આજે તલાટી કમ મંત્રી કમલેશ દેસાઈને ઝડપી પાડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જે દરમિયાન લાચની રકમ લેવા માટે પ્રજાજન ગોકુળભાઈ બુધાભાઈ પટેલ ચીખલી ગ્રામ પંચાયતની શોપિંગ સેન્ટરમાં આવેલ દુકાન નંબર ૧૨ શિવ કોવરી વર્કશ ઍન્ડ અનિરુદ્ધ કન્સ્ટ્રક્શનની ઓફિસમાં લાંચની રકમ લેવા માટે ગયો હતો. ત્યાં ટ્રેપીંગ અધિકારી વલસાડ ડાંગના ઍસીબી વિભાગના પીઆઇ જે.આર. ગામીત અને સુપરવિઝન અધિકારી આર આર ચૌધરી સુરત નાની ઉપસ્થિતિમાં પ્રજાજન ગોકુળભાઈ બુધાભાઈ પટેલ તલાટી કમ મંત્રી કમલેશ દેસાઈ વતી રૂ. ૪૦,૦૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં તેઓઍ તલાવચોરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કમલેશ ધરમશી દેસાઈ અને પ્રજાજન ગોકુલભાઈ બુધાભાઈ પટેલને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ છે
