Damanganga Times.

Damanganga Times.

June 19, 2026

પારડીમાં જુગાર રમતાં ૩ ઝડપાયા ઃ ૩ ફરાર

પારડીમાં જુગાર રમતાં ૩ ઝડપાયા ઃ ૩ ફરાર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૮ ઃ પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે ભેસલાપાડા વિસ્તારમાં મધરાતે ધમધમતા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. બિપીન મદારભાઈના ઘરના ખુલ્લા ઓટલા પર લાઈટના અજવાળામાં ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમતા ત્રણ ઈસમોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા, જ્યારે અન્ય ત્રણ શખ્સો પોલીસને જોઈને અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્ના હતા. પોલીસે ઘટનાસ્થળેથી પકડાયેલા આરોપીઓ નિકુલકુમાર ધનસુખભાઈ રાણા, હેમલ નરેશભાઈ કોળી પટેલ અને સલમાન હૈદર શેખની અંગઝડતી તેમજ દાવ પરથી કુલ રૂ. ૫૯,૭૩૦ની રોકડ રકમ જ કરી હતી. આ ઉપરાંત, રૂફ ૧૫,૦૦૦ની કિંમતના ૩ નંગ મોબાઈલ ફોન અને રૂ. ૮૦,૦૦૦ની કિંમતના બે મોપેડ વાહનો (બર્ગમેન અને અન્ય સુઝુકી મોપેડ) મળી કુલ રૂ. ૧,૫૪,૭૩૦નો મુદ્દામાલ ‘ઈ-સાક્ષ્ય’ ઍપ્લિકેશન દ્વારા વીડિયોગ્રાફી-ફોટોગ્રાફી કરીને કબ્જે કર્યો છે. નાસી છૂટેલા આરોપીઓ લતેશ, બિપીન ઉર્ફે કાળીયો અને નિમેષ પટેલને વોન્ટેડ જાહેર કરી પોલીસે તમામ છ શખ્સો વિરૂદ્ધ જુગારધારી કલમ-૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.