Damanganga Times.

Damanganga Times.

June 19, 2026

વાપીની મામલતદાર કચેરીમાંથી દાખલા મેળવવામાં હાલાકી અંગે ખુદ વકીલોની રાવ

વાપીની મામલતદાર કચેરીમાંથી દાખલા મેળવવામાં હાલાકી અંગે ખુદ વકીલોની રાવ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૮ ઃ વાપી મામલતદાર કચેરીમાં છેલ્લા આઠ મહિનાથી જન્મ અને મરણના દાખલા અંગેની અરજી પેન્ડિંગ હોય તેને ધ્યાને લઈ વાપી બાર ઍસોસિઍશન દ્વારા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે હાથ ઉપર લઈ નિકાલ કરવા અંગેની રજૂઆત કરવામાં આવી છે.

પ્રા વિગત મુજબ વાપી મામલતદાર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી ઍટલે કે લગભગ ૮ થી ૯ માસથી જન્મ તેમજ મરણના દાખલા અંગેની અરજીઓ હાથ ઉપર નહીં લેતા અરજદારો તેમજ પક્ષકારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે. આ અંગેની રજૂઆત વાપી મામલતદાર કચેરીમાં કરવામાં આવે તો ત્યારે માત્ર ઍક જ જવાબ મળે છે કે સ્ટાફ અોછો છે અને સાહેબ કામમાં છે માટે આ અંગેની રજૂઆત તારીખ ૧-૬-૨૦૨૬ ના રોજ વાપી બાર ઍસોસિઍશનના પ્રમુખ અને તેમની ટીમ દ્વારા મામલતદારને રૂબરૂમાં મળી આવેદનપત્ર આપી જન્મ મરણના દાખલા અંગેની અરજીનો તાત્કાલિક નિકાલ કરવાની રજૂઆત કરવામાં આવી છે અને તેમાં તેઓઍ જણાવ્યું છે કે  કેટલાક લોકોને આ મરણના દાખલા તેમની મિલકત તેમજ જમીન વારસાઈ માટે જરૂરી હોય તેમજ જન્મના દાખલા કેટલાક લોકોને સ્કૂલ કોલેજમાં પ્રવેશ તેમજ પાસપોર્ટ જેવી અત્યંત જરૂરી હોય તે માટે તાત્કાલિક ધોરણે આ રજૂઆતને ધ્યાને લઈ જન્મ-મરણના દાખલા માટે આવેલી અરજીઓનો નિકાલ તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.