મૂળીના ટપોરિઅોને પોલીસનો ડર રહ્ના જ નથી?
- byDamanganga Times
- 19 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૮ ઃ વલસાડ તાલુકાના મૂળીગામના જાહેર રોડ પર ગઈકાલે સાંજે યુવતીઓ અને ઍક યુવકને લાકડાના ફટકા વડે માર મારતા હોવાનો વિડિયો વાયરલ થતા વલસાડ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે.
વલસાડ તાલુકાના મુળીગામે બાજુમાં આવેલ રહેણાંક વિસ્તારમાં રહેતી યુવતીઓને આજુબાજુના કેટલાક યુવાનો લાંબા સમયથી હેરાન પરેશાન કરતા હતા.
આ રોમિયોગીરી અને હેરાનગતિથી કંટાળીને યુવતીઓઍ અગાઉ વલસાડ રૂરલ પોલીસ મથકે લેખિતમાં અરજી પણ કરી હતી. પોલીસમાં અરજી કરવામાં આવી હોવા છતાં પણ આવારા તત્વો દ્વારા યુવતીઓને હેરાન કરવાનું ચાલુ જ રાખવામાં આવ્યું હતું. ગત રોજ આ મામલે પરિસ્થિતિ વધુ ઉગ્ર બની હતી અને ઉશ્કેરાયેલા શખ્સોઍ યુવતીઓ તથા તેમની સાથે રહેલા ઍક યુવક પર લાકડાના ફટકા વડે ઘાતકી હુમલો કરવાની ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો આ હિંસક ઘટના બાદ સમગ્ર મામલો વલસાડ રૂરલ પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે ભોગ બનનાર પક્ષની ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ ચલાવી રહી છે.
