Damanganga Times.

Damanganga Times.

June 19, 2026

સેલવાસમાં ભંગારના ગોડાઉનમાં આગ

સેલવાસમાં ભંગારના ગોડાઉનમાં આગ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૧૮ ઃ  સેલવાસના બાવીસા ફળિયા વિસ્તારમાં પંચમુખી હનુમાન મંદિર નજીક રિંગ રોડ પર ગુરુવારે રાત્રે આશરે ૮ વાગ્યે ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી.મળતી માહિતી મુજબ ભંગારના વેપારી મુશીરભાઈના ગોડાઉનમાં લાગેલી આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્નાં છે. ગોડાઉનમાં પ્લાસ્ટિકના ભંગાર સહિત અન્ય રિસાયકલ કરી શકાય તેવી સામગ્રીનો જથ્થો સંગ્રહિત હોવાથી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર જવાનોઍ ભારે જહેમત બાદ આગને આસપાસના વિસ્તારોમાં ફેલાતી અટકાવી હતી.

આ ઘટનામાં લાખો રૂપિયાના માલસામાનને નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જોકે નુકસાનનો ચોક્કસ આંક હજુ સુધી બહાર આવ્યો નથી. ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ હોવાના અહેવાલ નથી. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.