ગુંજન બ્રિજ નીચે બ્યુટીફિકેશન પ્રગતિમાં
- byDamanganga Times
- 16 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ વાપીના નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ પેપીલોન હોટલ ચાર રસ્તા તેમજ વાપી જીઆઇડીસી ચાર રસ્તા હાઇવે બ્રિજ નીચેની ખુલ્લી જગ્યામાં વાહન ર્પાકિંગ તેમજ અન્ય સુવિધાઓ ઉભી કરવા માટે વાપી નોટિફાઇડ ઍરીયા ઓથોરિટી અને મહાનગરપાલિકા દ્વારા આ બ્રિજનો કેટલોક ભાગ રંગકામ અને પેવર બ્લોક લગાવવાની કામગીરી સાથે બ્યુટીફિકેશનની કામગીરી પણ ચાલી રહી છે. જેને આજે વાપી મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ અને બાંધકામ વિભાગની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સ્થળે વાહન ર્પાકિંગ અને વાપી વાસીઓ માટે સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. ઍ ઍક ઉત્તમ કાર્ય ગણાવાઈ રહ્નાં છે. અહીં કામગીરી ટૂંક સમયમાં જ પૂર્ણ થતા તેનું લોકાર્પણ કાર્ય કરાશે.
