Damanganga Times.

Damanganga Times.

June 16, 2026

વાપીની અલકાપુરીમાં ફુટપાથનું કામ અધુરુ મુકી દેતાં રોષ

વાપીની અલકાપુરીમાં ફુટપાથનું કામ અધુરુ મુકી દેતાં રોષ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ વાપી અલકાપુરી સોસાયટીમાં આરસીસી રોડ બનાવ્યા બાદ  ફૂટપાટ ઉપર પેવર બ્લોક લગાવવાની કામગીરી અધુરી છોડી દેવાઈ અને રસ્તા ઉપર જીબ્રા ક્રોસિંગ કે લાઇનિંગ પટ્ટી ચીતરવામાં વેઠ ઊતરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોશની લાગણી જોવા મળી રહી છે.
પ્રા વિગત મુજબ વાપી મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર આઠમાં આવતા અલકાપુરી સોસાયટી ઍટલે કે કુમારશાળાની પાછળથી જનસેવા તરફ જતો માર્ગ તેમજ સ્નેહપાર્ક તરફ જતો માર્ગ ખરાબ થઈ જવા પામ્યો હતો અને ઠેર ઠેર ખાડા પડી ગયા હતાં. આ માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો તથા રાહદારીઓ અને સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાને લઈ આ માર્ગ  મનપા દ્વારા આરસીસીનો બનાવવામાં આવ્યો હતો. સાથે રસ્તાની બાજુમાં ફૂટપાથ બનાવાઈ હતી અને તેમાં પેવર બ્લોક લગાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં ફૂટપાથ બનાવવાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે.
જેને લઇ સ્થાનિક લોકો તેમજ રાહદારીઓને મુશ્કેલીઓ વધી જવા પામી છે અને આ અંગેની રજૂઆત તેઓ વારંવાર મહાનગરપાલિકામાં તેમજ આ વોર્ડના સભ્યોને પણ કરી રહ્ના છે.
સાથે અહીં આરસીસી રોડ બનાવ્યા બાદ રસ્તાની બંને બાજુઍ તેમજ જીબ્રા ક્રોસિંગ અને બમ્પના સ્થાને વ્હાઇટ અને બીડી પટ્ટી ચીતરવામાં આવી રહી છે.
પરંતુ આ પટ્ટી ચિતરિયાના માત્ર ગણતરીના કલાકમાં જ ખરાબ થઈ જવા પામે છે અને આ અંગે તાત્કાલિક વાપી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર, મેયર, ડેપ્યુટી મેયર અને ટ્રેનિંગ કમિટીના ચેરમેન દ્વારા સ્થળ તપાસ કરી તાત્કાલિક ફૂટપાથનું બંધ કામ શરૂ કરાવવું તેમજ જીબ્રા ક્રોસિંગની દોરવામાં આવેલી પટ્ટી ફરીથી દોરવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની માંગ પણ કરાવી રહી છે.