Damanganga Times.

Damanganga Times.

June 16, 2026

તિથલમાં સોમવતી અમાસે શ્રદ્ધાળુઓ ઉમટયા

તિથલમાં સોમવતી અમાસે શ્રદ્ધાળુઓ ઉમટયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૫ ઃ અધિક માસની  સોમવતી અમાસ  નિમિત્તે વલસાડના જાણીતા તિથલ દરિયા કિનારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઅોઍ ઉમટી પડી શ્રદ્ધાળુઓઍ સમુદ્ર સ્નાન કરી, પિતૃતર્પણની વિધિઓ કરી  અને પોતાના પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી.
સ્થાનિક વિદ્વાન બ્રાહ્મણ અને પૂજારીઓઍ જણાવ્યું હતું કે, જ્યોતિષશાસ્ત્ર આ વર્ષે અધિક માસ દરમિયાન સોમવતી અમાસનો અત્યંત દુર્લભ સંયોગ બન્યો છે.  આવો અદભુત અને વિશેષ ધાર્મિક સંયોગ હવે પછી સીધો વર્ષ ૨૦૨૯માં ચૈત્ર માસ દરમિયાન જોવા મળશે.
આથી જ આ વર્ષે શ્રદ્ધાળુઓઍ આ પવિત્ર દિવસને ગુમાવ્યા વગર મન મૂકીને પિતૃકાર્ય અને દાન-પુણ્યની સરવાણી વહાવી હતી. દરિયા કિનારે પિતૃતર્પણ માટે અનાજ અને અન્ય સામગ્રીનું મોટા પાયે દાન પણ કરવામાં આવ્યું હતું.