વાપીમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સહી ઝુંબેશ
- byDamanganga Times
- 16 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ આજે વાપીમાં ગૌ સન્માન અપાવવાના અભિયાન અંતર્ગત સહી ઝુંબેશ માટે હરિદ્વાર અને ગ્વાલિયરના સંત દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
ગાયમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે દેશમાં ચાલતી સહી ઝુંબેશ અંતર્ગત આજે તા. ૧૬-૬ -૨૦૨૬ને મંગળવારના રોજ સાંજે ૩ઃ૫ કલાકે વાપી ડુંગરાના માલી સમાજ ભવનમાં હરિદ્વાર અને ગ્વાલિયરના શ્રીકૃષ્ણ દેશી ગાય રક્ષા શાળાના સ્વામી અમૃતાનંદજી દ્વારા ઉપસ્થિતતોને ગાયમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેના કાર્ય અંગેની જાણકારી આપવામાં આવશે સમગ્ર કાર્યક્રમનું આયોજન હિન્દુ સંગઠન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.
