ઈલવામાં માછલી પકડવા ગયેલ યુવક ડૂબ્યો
- byDamanganga Times
- 16 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૫ ઃ વલસાડ તાલુકાના ખજૂરડી ગામનો સુરેશ હળપતિ તેના બે મિત્રો સાથે વલસાડના ઇલવા ગામના દંતરાય તળાવે માછલી પકડવા માટે ગયો હતો. ત્રણેય મિત્રોઍ તળાવના પાણીમાં માછલી પકડવાની જાળ નાખી હતી અને તેઓ તળાવના કાંઠા નજીક ઊભા હતા. આ દરમિયાન અચાનક સુરેશનો પગ લપસી ગયો હતો,
જેથી તે સીધો તળાવના ઊંડા પાણીમાં ખાબક્યો હતો અને ડૂબવા લાગ્યો હતો. સુરેશને પાણીમાં ડૂબતો જોઈ તેના મિત્રોઍ ભારે બૂમાબૂમ કરી મૂકી હતી. પોતાના મિત્રનો જીવ બચાવવા માટે અન્ય મિત્રોઍ પણ તળાવના પાણીમાં ઝંપલાવ્યું હતું. ભારે પ્રયાસો બાદ મિત્રો સુરેશને પાણીમાંથી બહાર કાઢવામાં સફળ રહ્ના હતા. જા કે ૧૦૮ની ટીમે તપાસી તેને મૃત જાહેર કર્યો હતો.
