Damanganga Times.

Damanganga Times.

June 16, 2026

ઝરીયામાં દીપડાને પાંજરે પુરવા તજવીજ શરૂ

ઝરીયામાં દીપડાને પાંજરે પુરવા તજવીજ શરૂ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૫ ઃ ધરમપુર તાલુકાના ઝરીયાગામમાં દીપડાના વધતા આતંકને લઈ પાલતુ બકરીનું મારણ કરાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરાયાને  ૨૪ કલાક બાદ પણ પાંજરું ગોઠવવામાં ન આવતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો ઉપરોક્ત ગ્રામજનોની સમસ્યા અંગે  અંગે દમણગંગા ટાઈમ્સમાં સમાચાર પ્રકાશિત થયા બાદ વન વિભાગ હરકતમાં આવી આજરોજ દીપડાને પાંજરે પુરવા માટે સ્થળ પર પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેને લઇઍ ગ્રામજનોઍ હાશકારો અનુભવ્યો હતો.