વલસાડમાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ અને દંડ
- byDamanganga Times
- 16 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૧૫ ઃ બે વર્ષ અગાઉ વલસાડના અબ્રામામાં રહેતા યુવાને વિસ્તારમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ બાદ પ્રેમ લગ્ન કર્યા અને બંને વચ્ચે ઝઘડા થતાં યુવાનને તેની પત્નીની હત્યા કરી દેવાના કેસમાં વલસાડની ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપીને આજીવન કેદ અને રૂ. ૫.૪૦ લાખ દંડ પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે. દંડની રકમ નહીં ભરે તો વધુ ઍક વર્ષની સાદી કેદની સજા ભોગવવાની રહેશે. બે વર્ષ અગાઉ મૂળ વલસાડ પાલણ અને હાલ વલસાડ શહેરના અબ્રામા હરિનગરીમાં રહેતા વૈભવ સુરેશભાઈ નાયકા રહે. અબ્રામા, હરી નગરી વલસાડ માં રહેતી જીજ્ઞા અનિલ રાઠોડ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન બાદ બંને પતિ પત્ની તરીકે રહેવા લાગ્યા હતા. જિજ્ઞા અને વૈભવ વચ્ચે અવાર નવાર ઝઘડો થતો હતો. વૈભવઍ મનીષાબેનને પોતાના ઘરે રાખવાની ના પાડી દીધી હતી, જેના કારણે બંને પતિ-પત્ની તરીકે અલગ રહેતા હતા. ત્યારબાદ આરોપી વૈભવ નાયકાઍ ઍ પૂર્વઆયોજિત કાવતરું રચી મનીષાબેન રાઠોડની હત્યા કરી નાખી હતી. જે અંગે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી.ની કલમ-૩૦૨ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અંગેનો કેસ વલસાડ કોર્ટમાં ચાલ્યો હતો.
બંને પક્ષોની દલીલો અને સરકારી વકીલ (ઍ.ડી. પબ્લિક પ્રોસીકયુટર) ભરત પ્રજાપતિની ધારદાર રજૂઆતો અને મજબૂત પુરાવાઓને ગ્રાહ્ના રાખીને, વલસાડ ડિસ્ટ્રિક્ટ જજ નીપા રાવલ દ્વારા આરોપી વૈભવ સુરેશભાઈ નાયકાને ભારતીય દંડ સંહિતા (ત્ભ્ઘ્) ની કલમ-૩૦૨ના ગુના હેઠળ આરોપીને કસૂરવાર ઠેરવી આજીવન સખત કેદની સજા
અને ૫.૪૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો આરોપી આ દંડ ન ભરે તો વધુ ઍક વર્ષની સાદી કેદની સજા ભોગવવી પડશે. દંડની રકમમાંથી મૃતકના માતા-પિતાને વળતર અપાશે. માનવીય અભિગમ દાખવતા કોર્ટે આદેશ કર્યો છે કે જો આરોપી પાસેથી દંડની વસૂલાત થાય, તો ‘ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ, ૨૦૧૯’ હેઠળ દંડની આ પૂરેપૂરી રકમ રૂ. ૫ લાખની રકમ મૃતક જીજ્ઞાબેનના માતા-પિતાને વળતર પેટે ચૂકવવામાં આવે તે માટે વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને જરૂરી કાર્યવાહી કરવા આદેશ કરાયો છે.
