વાપી હાઉસીંગમાં જૂની અદાવતમાં તલવાર ઉછળી, બે ગંભીર
- byDamanganga Times
- 16 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ વાપી જીઆઇડીસીના ગુંજન હાઉસિંગમાં મધ્યરાત્રીઍ બે જૂથ વચ્ચે મારામારી અને તલવાર ઉછળતા ત્રણ ગંભીર થતાં ઍકને સુરત તેમજ બેને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આધારભૂત સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ વાપી જીઆઇડીસીના ગુંજન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો ભારે ત્રાસ અને ફેરિયા ઉપર ધાક ધમકી આપી હા ઉઘરાવવામાં આવતા હતા. જે અંગે અગાઉ સ્થાનિક પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી કેટલાકને જિલ્લા બહાર તડીપાર કરાયા હતાં. પરંતુ હાલમાં ફરીથી અહીં બે જૂથ વચ્ચે મારામારીના બનાવ સામે આવ્યો છે જેમાં ગઈકાલે રાત્રે ૧૨ઃ૩૦ કલાકે કેટલાક ઈસમો દ્વારા પહેલા બોલાચાલી બાદ ઍકાઍક લાકડા અને લોખંડના સળિયા તેમજ તલવાર લઈને ઍકબીજા પર હુમલો કરાવતા આ હુમલામાં અંકિત દુબેને ગંભીર રીતે ઇજા થતાં વાપીની ઓલિવ હોસ્પિટલમાં અને ઍકને સુરતની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. જોકે આ ઘટના સમયે ગુંજન હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે કેટલાક લોકોઍ ખાનગી કાર અને બાઈકને પણ ભારે નુકસાન કરવામાં આવ્યું હતું. આ અંગે વાપી ઉદ્યોગ નગર પોલીસ વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા સાથે આજે સવારે વાપીની ઓલિવ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અંકિત દુબેનું સ્ટેટમેન્ટ તેમજ સુરતમાં સારવાર માટે દાખલ કરાયેલા ગંભીર રીતે ઘાયલ થયેલા ઈસમનું સ્ટેટમેન્ટ લઈ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. જોકે આ ઘટના બનવાનું કારણ મોડી સાંજ સુધી અકબંધ રહ્નાં હતું પરંતુ ઘટનામાં અંગત અદાવત કે હા વસુલીને લઈ થઈ હોવાની ચર્ચા ગુંજન હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા લોકોમાં થઈ રહી છે.
