Damanganga Times.

Damanganga Times.

June 16, 2026

વાપીની બે પ્રા. શાળામાં વલસાડના પુસ્તક પરબની ૩૫૦ પુસ્તકોની ભેટ

વાપીની બે પ્રા. શાળામાં  વલસાડના પુસ્તક પરબની ૩૫૦ પુસ્તકોની ભેટ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોંઢા, તા. ૧૫ ઃ વાંચન સંસ્કૃતિના વિકાસ અને વિદ્યાર્થીઓમાં અભ્યાસેતર વાંચન પ્રત્યે રુચિ કેળવવાના ઉદ્દેશ સાથે પુસ્તક પરબ, વલસાડ દ્વારા વાપીની બે પ્રાથમિક શાળામાં કુલ ૩૫૦ પુસ્તકો ભેટરૂપે આપવામાં આવ્યા હતા.                      
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, વલસાડ સંચાલિત કન્યા વિદ્યામંદિર, વાપીને ૨૦૦ તથા અજીતનગર પ્રાથમિક શાળા, વાપીને ૧૫૦ પુસ્તકો અર્પણ કરી નાનકડી લાઇબ્રેરી ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પુસ્તક પરબ, વલસાડના ચેરપર્સન ડૉ. આશા ખુશાલભાઈ ગોહિલ, હાર્દિક જી. પટેલ, જયંતીભાઈ મિસ્ત્રી તથા સમગ્ર ટીમના આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમને રિતેશ જયેશકુમાર મોદી (રામવાડી), પ્રતીક સંપતભાઈ પટેલ (પારનેરા, પારડી), કંકુબેન નવીનચંદ્ર લેઉવા (શિકાગો, અમેરિકા) હસ્તક, નીલીમા જે. ભાવસાર (વલસાડ) તરફથી આર્થિક સહકાર પ્રા થયો હતો.
કન્યા વિદ્યામંદિર, વાપીમાં યોજાયેલા કાર્યક્રમમાં આચાર્ય મનીષાબેન પટેલ, શોભનાબેન પટેલ, ડૉ. મેઘના પટેલ તથા સમગ્ર શાળા પરિવાર ઉપસ્થિત રહ્ના હતો. મનીષાબેન પટેલે પોતાના વક્તવ્યમાં પુસ્તકોના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે પુસ્તક પરબ, વલસાડની પ્રવૃત્તિઓને બિરદાવી અને વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ વિકસાવવા આવા પ્રયાસોની આવશ્યકતા વ્યક્ત કરી.
અજીતનગર પ્રાથમિક શાળા, વાપીમાં આચાર્ય કિશનભાઈ બાબરભાઈ પટેલ, શિક્ષક શિવકુમાર સિંઘ તથા સમગ્ર સ્ટાફના સહયોગથી કાર્યક્રમ યોજાયો.  
શિવકુમાર સિંઘ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસેતર પુસ્તકોના જીવનઘડતરમાં રહેલા મહત્ત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા. મહાનુભાવોના જીવન-સંગો, પ્રેરણાદાયી વિચારો અને વાંચનના લાભો અંગે હાર્દિક પટેલ, ડૉ. આશા ગોહિલ, નીલીમા ભાવસાર,  જયંતીભાઈ મિસ્ત્રીઍ રસપ્રદ રીતે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂઆત કરી. પુસ્તકોના રંગબેરંગી સંગ્રહને જોઈ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને જિજ્ઞાસાનું મોજું ફરી વળ્યું. બાળપણથી જ વાંચનની ટેવ વિકસે તો શબ્દભંડોળ સમૃદ્ધ બને, ભાષાકૌશલ્ય વિકસે અને વ્યક્તિત્વ નિર્માણમાં મદદ મળે છે. ચિત્રકથાઓ, વાર્તાઓ અને પ્રેરણાત્મક પુસ્તકો બાળકોને વાંચન તરફ આકર્ષે છે અને તેમની કલ્પનાશક્તિને પણ વિકસાવે છે. પુસ્તક પરબ, વલસાડ છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ અને સમાજમાં વાંચન સંસ્કૃતિના પ્રસાર માટે કાર્યરત છે.
દર મહિનાના પ્રથમ રવિવારે વલસાડ શહેરના બે જાહેર સ્થળોઍ નિઃશુલ્ક પુસ્તક પરબ યોજી વાચકોને પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
વિદ્યાર્થીને પુસ્તક આપશો તો તે વાંચન તરફ પ્રેરાશે; વાંચન તેને જ્ઞાન, સંસ્કાર અને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે. – આ ભાવનાને સાકાર કરતું પુસ્તક પરબ, વલસાડનું કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્નાં છે.